Kheda News: ખેડા જિલ્લાના લશુંદ્રા ગામની પાટીદાર યુવતી (Patidar Girl)ના લગ્નનો મામલો હવે ગંભીર અને સંવેદનશીલ વળાંક પર પહોંચ્યો છે. યુવતી રબારી સમાજના યુવક સાથે પ્રેમલગ્ન (Love marriage) કર્યા બાદ ગુમ હોવાની સ્થિતિમાં, તેના જીવિત હોવા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાટીદાર આગેવાનો દ્વારા યુવતીની હત્યાની શંકા સાથે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
શું છે સમગ્ર ઘટના?
લશુંદ્રા ગામની 18 વર્ષની યુવતી (Patidar Girl) 7મી તારીખે કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી, પરંતુ પરત ફરી નહોતી. પરિવાર દ્વારા શોધખોળ દરમિયાન જાણવા મળ્યું કે યુવતીએ 32 વર્ષીય પિયુષ દિલીપ રબારી નામના યુવક સાથે લગ્ન કરી લીધા છે. 9મી તારીખે લગ્નનું પ્રમાણપત્ર પણ મોકલાયું હતું.પરંતુ પરિવાર અને સમાજના અગ્રણીઓનો આક્ષેપ છે કે આ સમગ્ર ઘટનામાં કોઈ મોટું ષડયંત્ર હોઈ શકે છે.
25 લાખની માંગ અને હત્યાની શંકા
પાટીદાર આગેવાનોના જણાવ્યા મુજબ, યુવતીને પરત સોંપવા માટે 25 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પરિવાર દ્વારા રકમ ન ચૂકવાતા, યુવતી સાથે અજુગતું બન્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આક્ષેપ મુજબ, રણછોડ રબારી અને તેના ભાઈ પર સીધી સંડોવણી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. યુવતી હજુ સુધી સામે ન આવતા, તેની સલામતી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
પાટીદાર યુવતી (Patidar Girl)ની માતાની કરુણ અપીલ
યુવતીની માતાએ રડતી આંખે જણાવ્યું કે, “મારી દીકરી ક્યાં છે તેની અમને કોઈ ખબર નથી. અમને ડર છે કે તેની સાથે કંઈક ખોટું થયું છે. મને મારી દીકરી પરત આપો.”સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પણ માતાએ પોતાની દીકરીને પરત લાવવા માટે સમાજના આગેવાનોને અપીલ કરી છે.
પોલીસની ભૂમિકા પર સવાલ
આ કેસમાં પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. કેટલાક પોલીસ કર્મચારીઓની સંડોવણી હોવાના આક્ષેપો સાથે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે. હાલમાં ખેડા અને અમદાવાદ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
સમાજમાં તણાવ, આંદોલનની ચીમકી
પાટીદાર સંગઠનો દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો ટૂંક સમયમાં યુવતીની ભાળ નહીં મળે અથવા સત્ય સામે નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. સાથે જ, બંને સમાજ વચ્ચે તણાવ ન વધે તે માટે પણ આગેવાનો દ્વારા શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે.
પાટીદાર સમાજના નેતા દિનેશ બાંભણિયાએ આ કેસમાં ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં માંગ કરવામાં આવી છે કે છોકરીને તાત્કાલિક તેના પરિવારને સોંપવામાં આવે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. તેમણે કેટલાક પોલીસ અધિકારીઓની સંડોવણી અંગે પણ શંકા વ્યક્ત કરી છે. સ્થાનિક સામાજિક નેતાઓએ વર્ગ સંઘર્ષ ટાળવા માટે શાંતિ જાળવવાની અપીલ કરી છે. પોલીસે તપાસ શરૂ કરી દીધી હોવાના અહેવાલ છે, જ્યારે પરિવારે ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
આ પણ વાંચો:પાટીદાર યુવતી આપઘાત કેસમાં પુત્ર-પિતા સામે નોંધાઈ ફરિયાદ, પિતાએ કહ્યું મારી દીકરી બે દિવસથી…
આ પણ વાંચો:કિંજલ રબારીની જેમ મારી દીકરી પણ પાછી લાવો’: ખેડામાં પાટીદાર માતાનો રબારી સમાજને આજીજી
આ પણ વાંચો:મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા દાડિયા ક્લાસીસનો વિરોધ, બંધ કરાવવા ઝુંબેશ શરૂ કરી
