Kheda News/ કિંજલ રબારીની જેમ મારી દીકરી પણ પાછી લાવો’: ખેડામાં પાટીદાર માતાનો રબારી સમાજને આજીજી

ખેડાના લસુન્દ્રા ગામમાં પાટીદાર (Patidar) દીકરી અને રબારી યુવકના પ્રેમપ્રકરણનો મામલો ગરમાયો. માતાએ વીડિયો બનાવી રબારી સમાજના આગેવાનો પાસે દીકરી પરત માંગી, કઠલાલ પોલીસ મથકે ફરિયાદ.

Gujarat Top Stories Others
Kheda Patidar Girl Rabari Boy Eloped Case

Kheda Patidar Girl Rabari Boy Eloped Case: તાજેતરમાં બનેલી ‘કિંજલ રબારી’ની ઘટના બાદ હવે ખેડા જિલ્લાના લસુન્દ્રા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાટીદાર સમાજના એક માતા પોતાની વહાલસોયી દીકરીને પરત લાવવા માટે રબારી સમાજના અગ્રણીઓને બે હાથ જોડીને આજીજી કરી રહ્યા છે. દીકરીને રબારી સમાજનો યુવક ભગાડી ગયો હોવાના આક્ષેપ સાથે આ પરિવારે પોલીસ મથકે પણ દોડી જઈને ન્યાયની ગુહાર લગાવી છે.

વીડિયોમાં Patidar માતાની શું છે અપીલ?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં રેણુકાબેન પટેલ નામની મહિલા અત્યંત ભાવુક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. તેઓ આ વીડિયોના માધ્યમથી રબારી સમાજના આગેવાનો, ખાસ કરીને ઠાકરશી રબારીને સંબોધીને આજીજીપૂર્વક અપીલ કરી રહ્યા છે કે તેમની દીકરીને કોઈ પણ ભોગે હેમખેમ પાછી લાવી આપવામાં આવે. રેણુકાબેનના જણાવ્યા અનુસાર, આજથી છ દિવસ પહેલા તેમની દીકરી અચાનક ગાયબ થઈ ગઈ હતી અને તેને રબારી સમાજનો પિયુષ નામનો યુવક ભગાડી ગયો હોવાનો તેમને પાક્કો શક છે.

કોણ છે યુવક અને શું છે આક્ષેપ?

યુવતીના પરિવારજનોએ આપેલી માહિતી મુજબ, દીકરીને ભગાડી જનાર યુવકનું નામ પિયુષ રબારી છે, જે મૂળ ખેડા જિલ્લાના મહેમદાવાદનો વતની છે પરંતુ હાલમાં તે ચારણ નિકોલ ગામમાં રહેતો હતો. છેલ્લા છ દિવસથી આ બંનેની કોઈ ભાળ ન મળતા આખરે પરિવારે પોતાની દીકરીને હેમખેમ પરત લાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે અને રબારી સમાજના અગ્રણીઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો છે.

પોલીસ ફરિયાદ અને પ્રેમલગ્નનો નવો વળાંક!

આ ગંભીર મામલે દીકરીના પરિવારે કઠલાલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસ હાલ આ વીડિયો અને ફરિયાદના આધારે તપાસ ચલાવી રહી છે.

જોકે, આ સમગ્ર ઘટનામાં એક નવો જ વળાંક સામે આવી રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, યુવતી અને પિયુષ રબારી એકબીજાને પ્રેમ કરતા હતા અને તેમણે માતા-પિતાની જાણ બહાર પ્રેમલગ્ન (Court Marriage) કરી લીધા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

હાલ તો પોલીસ બંને પક્ષોની રજૂઆતો સાંભળીને યુવક-યુવતીને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલામાં સત્ય શું છે તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ પાટીદાર માતાના આ રૂદન કરતા વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે સહાનુભૂતિ અને ચર્ચા જગાવી છે.


આ પણ વાંચો: ખેડાનું પરિયેજ વેટલેન્ડ બન્યું ‘સારસનું સ્વર્ગ’, પક્ષીઓની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો

આ પણ વાંચો: ચાંદખેડામાં ગુંડારાજ! યુવકનું ટી-શર્ટ કાઢી ઢોર માર માર્યો, CCTV વાયરલ

આ પણ વાંચો: ખેડા ACBએ 2021ની લાંચની ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો