Mahesana News: મહેસાણામાં અમેરિકા-કેનેડાના વિઝા(Visa) ના નામે 6.80 લાખ રૂપિયાની છેતરપિંડી (Fraud) થઈ છે. વિઝા અપાવવાના બહાને ત્રણ લોકોએ રૂપિયા પડાવ્યા છે. ભરત પટેલ (Bharat Patel) નામનો સુપરવાઇઝર વિઝાના નામે છેતરાયો (Fraud) છે. કાપડના કબૂતરબાજ એજન્ટની સાથે અન્ય બે લોકોએ તેમને ચુનો લગાવ્યો છે. 2024માં વિઝા (Visaઅપાવવાનું કહીને તેઓએ ભરત પટેલ પાસેથી રૂપિયા પડાવ્યા હતા.
Visa માટે લીધેલા રૂપિયા બે વર્ષે પણ પરત ન કર્યા
રૂપિયા લીધાના બે વર્ષનો સમયગાળો વીતવા છતાં પણ વિઝા ન મળતા ભરત પટેલે રૂપિયા પરત માંગ્યા હતા. ભરત પટેલે રૂપિયા પરત માંગતા તેમને ધમકી આપવામાં આવી હતી. આના પગલે સમગ્ર મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. આ બતાવે છે કે ગુજરાતમાં કબૂતરબાજોનો તોટો નથી. એક ઢૂંઢો હજાર મળી જાય છે.
વિદેશ જવાની ઘેલછાનો ફાળો ઉઠાવ્યો
ગુજરાતીઓમાં વિદેશ જવાની ઘેલછા એટલી તીવ્ર છે કે તોએ તેના માટે તૈયાર પણ હોય છે. આ બનાવ તેનો જીવતો જાગતો પુરાવો છે. આ તો ભરત પટેલનું નસીબ એટલું સારું છે કે ફક્ત 6.80 લાખ રૂપિયામાં જ પતી ગયુ. જો તેમણે હજી પણ વધુ રાહ જોઈ હોત અને લાલચમાં લપેટાયા હોત તો આ આંકડો ઘણો મોટો હોત. કબૂતરબાજી અને તેના નામે તોડબાજીનો કારોબાર ગુજરાતમાં ધમધોકાર ચાલે છે.
કબૂતરબાજો અને તોડબાજોની પથરાયેલી જાળ
ગુજરાતમાં કબૂતરબાજો અને તોડબાજો બંનેની જાળ જાણે એકીએક શહેર સુધી પથરાયેલી છે. આ જાળ પાછી પહેલેથી જ બીછાવવામાં આવેલી હોય છે. બસ કબૂતરો સપડાય તેની રાહ જોવામાં આવતી હોય છે. કબૂતરોને સપડાવવા માટેના એજન્ટો ગલીએ-ગલીએ તેમને શોધવા ફરતા હોય છે અને તેમને કબૂતરો મળી પણ જાય છે. દર અઠવાડિયું વીત્યું નથી અને નવા-નવા કબૂતરો જાળમાં સપડાયા નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં વિઝાની લાલચ આપી યુવકનું અપહરણ
આ પણ વાંચો: મહેસાણામાં કેનેડા જવા ઈચ્છુક દંપતી સાથે બે એજન્ટોએ કરી લાખોની છેતરપિંડી
આ પણ વાંચો: કેનેડામાં નવા વિદ્યાર્થી પરમિટની સંખ્યામાં બે વર્ષમાં તીવ્ર ઘટાડો, ભારતીયોની સંખ્યા લગભગ અડધી થઈ
