Junagadh B.Ed College Scam: શૈક્ષણિક જગતને હચમચાવી નાખે તેવા સમાચાર જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી સામે આવ્યા છે. ગીર સોમનાથના ઉનાના ભાચા ગામે આવેલી બી.એચ. નાંડોળા બી.એડ. કોલેજના સંચાલકો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Junagadh : શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, ઉનાના ભાચા ગામે કાર્યરત બી.એચ. નાંડોળા બી.એડ. કોલેજ પાસે માન્યતા ન હોવા છતાં, સંચાલકોએ વિદ્યાર્થીઓને અંધારામાં રાખી પ્રવેશ આપ્યો હતો. આટલું જ નહીં, સંચાલકોએ સત્તાધિકારીઓ અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટે NCTE (National Council for Teacher Education) દિલ્હીનો બનાવટી (ફેક) લેટર રજૂ કર્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.

યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી
કોલેજના સંચાલકોએ બોગસ લેટરનો ઉપયોગ કરી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે છેતરપિંડી આચરી હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ ગંભીર બાબત સામે આવતા જ યુનિવર્સિટી એક્શન મોડમાં આવી છે અને તાત્કાલિક ધોરણે 3 બોગસ કોલેજોની માન્યતા રદ કરી દીધી છે. આ મામલે કડક વલણ અપનાવતા યુનિવર્સિટીએ તત્કાલીન પ્રિન્સિપાલ તેમજ NCTEનો બોગસ લેટર પૂરો પાડનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિદ્યાર્થીઓના ભવિષ્ય પર લટકતી તલવાર
માન્યતા વગરની કોલેજમાં પ્રવેશ લેનારા અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય હવે જોખમમાં મુકાયું છે. યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારી અને નકલી દસ્તાવેજો રજૂ કરનારી શૈક્ષણિક સંસ્થાઓ સામે કોઈ પણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહીં.
આ પણ વાંચો:સુરતમાં 575 કરોડનું સોના-ચાંદી કૌભાંડ, જ્વેલર યતીન શાહની ધરપકડ
આ પણ વાંચો:સુરતમાં નકલી ડિગ્રી-માર્કશીટ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીની ધરપકડ
આ પણ વાંચો:સુરતમાં આકાશ ઇન્સ્ટિટ્યૂટનો ખેલ- વિદ્યાર્થીઓ ‘ડમી’, પણ ‘કૌભાંડ અસલી’
