Mahesana News/ મહેસાણામાં કેનેડા જવા ઈચ્છુક દંપતી સાથે બે એજન્ટોએ કરી લાખોની છેતરપિંડી

ફાઈલો, પાસવર્ડ સહિત ડોક્યુમેન્ટ એજન્ટોએ લઈ લીધા હતા, ગાંધીનગરના અભય રાવલ, અમદાવાદના વિરલ મનાની નામના શખ્સ સામે મહેસાણા એ ડિવિઝન પોલીસ

Top Stories Gujarat

Mahesana News: મહેસાણા (Mahesana)માં કેનેડા (Canada) જવા ઈચ્છુક દંપતી (Couple) સાથે બે કબૂતરબાજ એજન્ટોએ વિઝા (Visa) અપાવવાના બહાને છેતરપિંડી (Fraud) કરતા મહેસાણા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

મહેસાણા (Mahesana)માં વધુ એક દંપતી કેનેડા (Canada) જવાની લાલચમાં છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે. બે કબૂતરબાજ એજન્ટોએ દંપતી સાથે છેતરપિંડી કરી હતી. ગાંધીનગર અને અમદાવાદનાં એજન્ટે કેનેડાના PR અને વર્ક પરમિટ વિઝા (Visa Fraud) અપાવવાનું કહી ઠગાઈ કરી છે. દંપતનીને રૂપિયા 57 લાખમાં વિઝા આપવાનો સોદો થયો હતો, રૂપિયા 28.50 લાખ લીધા બાદ પત્ની ઝલકને કેનેડા મોકલવામાં આવી હતી. વર્ક પરમિટ વિઝામાં કેનેડા મોકલ્યા બાદ નોકરી ન અપાવતા દંપતી ઠગાઈનો ભોગ બન્યા હોવાનું જણાયું હતું.

ફાઈલો, પાસવર્ડ સહિત ડોક્યુમેન્ટ એજન્ટોએ લઈ લીધા હતા, ગાંધીનગરના અભય રાવલ, અમદાવાદના વિરલ મનાની નામના શખ્સ સામે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અગાઉ મહેસાણા (Mahesana)માં ગોજારીયાના એ વન બંગ્લોઝમાં રહેતા અમદાવાદના એજન્ટોએ યુવાનને વિદેશ મોકલ્યા બાદ તેના માતાપિતા પાસેથી ઉઘરાણી કરી ધમકી આપી હતી. પિતાને લાગી આવતા એસિડ પી આપઘાત (Suicide) કરી લેતાં ચકચાર મચી ગઈ છે. 3 એજન્ટ સામે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મહેસાણામાં કબૂતરબાજ એજન્ટોએ વિદેશ જનાર યુવાનના પિતાનો કલોર પકડી જાનથી મારી નાખવાની ધમકી આપતા માતાપિતા હેબતાઈ ગયા હતા. ગોજારીયાના એવન બંગલોઝમાં સમગ્ર ઘટના બનવા પામી હતી. એજન્ટોએ યુવાનને વિદેશ મોકલ્યા બાદ ઉઘરાણી કરી હતી. વિદેશ જનાર યુવાનના પિતાનો કોલર પકડી એજન્ટે છરી બતાવી ધમકી આપી હતી. યુવાનના પિતાને લાગી આવતા એસિડ પી લીધું હતું. યુવાનના પિતા કૌશિક પંચોલીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.  સારવાર દરમિયાન યુવાનનાં પિતાનું મોત નિપજ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કબૂતરબાજી કેસમાં એસએમસીએ કરી મોટી કાર્યવાહી, વારાણસીથી વધુ એક આરોપીની ધરપકડ

આ પણ વાંચો:મહેસાણામાં વધુ એક વિદેશ વાંચ્છુક છેતરાયો, કબૂતરબાજ એજન્ટે યુવક સાથે કરી છેતરપિંડી

આ પણ વાંચો:કબૂતરબાજી કૌભાંડમાં એજન્ટોએ પેસેન્જરો પાસેથી શું કરાવ્યું…