illegal immigration/ કબૂતરબાજી કૌભાંડમાં એજન્ટોએ પેસેન્જરો પાસેથી શું કરાવ્યું…

303 પેસેન્જરને લઈ જતી ફ્લાઈટને નિકારાગુઆ જતા અટકાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ગુજરાતી મુસાફરો એરપોર્ટ પર પકડાતા…

Top Stories India
YouTube Thumbnail 2024 01 16T105420.849 કબૂતરબાજી કૌભાંડમાં એજન્ટોએ પેસેન્જરો પાસેથી શું કરાવ્યું...

Illegal Immigration News: અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડવામાં કબૂતરબાજી કૌભાંડમાં ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર 303 પેસેન્જરને લઈ જતી ફ્લાઈટને નિકારાગુઆ જતા અટકાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ગુજરાતી મુસાફરો એરપોર્ટ પર પકડાતા એજન્ટોએ પેસેન્જરોને ફોન કરી એર ટિકિટ, બોટલ બુકિંગ સહિતના ડેટા તેમજ બધા વોટ્સએપ મેસેજ ડિલીટ કરાવ્યા છે.

તેમ છતાં પોલીસે 66 પેસેન્જરો પાસેથી મોબાઈલ, ગેઝેટ્સ સહિતના ડિવાઈસ જપ્ત કર્યા હતા. કબૂતરબાજી કૌભાંડમાં 14 જેટલા એજન્ટો ભૂગર્ભમાં ઊતરી ગયા છે. પોલીસ આ રેકેટની સંપૂર્ણ માહિતી મેળવી શકી નથી. પેસેન્જરોની વધુ પૂછપરછ કરાતાં ખુલાસો થયો છે કે ગુજરાતના કેટલાક પેસેન્જરને એજન્ટોએ ફોન કરી એર ટિકિટ, બોટલ બુકિંગ સહિતના ડેટા ડિલીટ કરાવી નાંખ્યા હતા.

પોલીસ કેસમાં ફસાવાના ડરથી એજન્ટોએ લાગતા વળગતા લોકો પાસેથી તમામ માહિતી ડિલીટ કરાવી નાંખી હતી. પોલીસે કેટલાક મુસાફરોના ફોન જપ્ત કરી FSL તપાસમાં મોકલી આપ્યા છે.

અગાઉ સીઆઈડી ક્રાઈમે 14 એજન્ટો સામે ગુનો નોંધ્યો હતો. ગેરકાયદે પ્રવાસીઓને લઈને જઈ રહેલી ફ્લાઈટને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર અટકાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં 300 જેટલા પ્રવાસી હતા. જેમાં 260 ભારતીય તથા 96 પ્રવાસીઓ ગુજરાતી હોવાનો ખુલાસો થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગેરકાયદે અમેરિકા જવાના કબૂતરબાજીના કેસમાં 14 એજન્ટો સામે ગુનો દાખલ

આ પણ વાંચો:pocso/કર્ણાટકમાં 9માં ધોરણની વિદ્યાર્થીનીએ આપ્યો બાળકને જન્મ

આ પણ વાંચો:AKASH-NG MISSILE TEST/ભારતે બતાવી તેની કુશળતા, નીચા ઉડતા એરિયલ ટાર્ગેટને AKASH-NG એ તોડી પાડ્યું અને તેની…..