Breaking News/ પાલનપુરના માલણ દરવાજા નજીક ગેસ ગળતર અનેક લોકોને થઇ અસર…

પાલનપુરના માલણ દરવાજા પાસેના વિસ્તારમાં ગેસ ગળતરના કારણે લોકોને ઉલ્ટી થવા લાગી હતી.

Top Stories Gujarat Others Breaking News
YouTube Thumbnail 2024 05 23T203619.423 પાલનપુરના માલણ દરવાજા નજીક ગેસ ગળતર અનેક લોકોને થઇ અસર...

Palanpur News: પાલનપુરના માલણ દરવાજા પાસેના વિસ્તારમાં ગેસ ગળતરના કારણે લોકોને ઉલ્ટી થવા લાગી હતી. તીવ્ર દુર્ગંધના કારણે લોકોની તબિયત લથડવા લાગી હતી અને લોકોને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

એક પછી એક 74 થી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવતા અરાજકતા ફેલાઈ ગઈ હતી. તબીબોએ ઉતાવળમાં જેમને જરૂર હતી તેમને ઓક્સિજન આપીને સારવાર શરૂ કરી હતી. એવું માનવામાં આવે છે કે ગેસ કટરમાં વપરાતા એસીટીલીન ગેસના લીકેજને કારણે આ ઘટના બની હતી. પોલીસે આ વિસ્તારમાં ભંગાર ગોડાઉનમાં તપાસ કરી છે.

પાલનપુર સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે માલણ દરવાજા વિસ્તારમાં એક સ્ક્રેપ યાર્ડમાં ગેસ સિલિન્ડર ફાટ્યો કે લીક થયો ત્યારે નજીકમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી. કુલ 70 લોકો અસરગ્રસ્ત થયા છે. જેમાંથી 30 જેટલા લોકોને પાલનપુર સિવિલમાં લવાયા છે. જેમાં એક દર્દીની હાલત અત્યંત ગંભીર છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. જ્યારે અન્ય દર્દીઓને ઓક્સિજનની મદદથી સારવાર આપવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અનંતનાગ-રાજૌરીમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 25 મેના રોજ થશે મતદાન, આજથી ચૂંટણી પ્રચાર સમાપ્ત

 આ પણ વાંચો:પોલીસ કેજરીવાલના માતાપિતાની પૂછપરછ કરશે, બિભવ કુમારને આજે કોર્ટમાં રજૂ કરાશે

 આ પણ વાંચો:દિલ્હીમાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ, તમામ પક્ષો પ્રચારમાં લગાવશે જોર