પાકિસ્તાન/ શાહબાજ શરીફ આજે બનશે પાકિસ્તાનના નવા વડાપ્રધાન,શપથ પહેલા મની લોન્ડરિંગના કેસમાં કોર્ટમાં હાજર થશે

ઈમરાન ખાન સામે તૈયાર થયેલા સંયુક્ત વિરોધ પક્ષના ઉમેદવાર શાહબાજ શરીફ પાકિસ્તાનના આગામી પીએમ બનવાના છે. આજે તેની ઔપચારિકતા પણ પૂર્ણ થશે.

Top Stories World
10 11 શાહબાજ શરીફ આજે બનશે પાકિસ્તાનના નવા વડાપ્રધાન,શપથ પહેલા મની લોન્ડરિંગના કેસમાં કોર્ટમાં હાજર થશે

ઈમરાન ખાન સામે તૈયાર થયેલા સંયુક્ત વિરોધ પક્ષના ઉમેદવાર શાહબાજ શરીફ પાકિસ્તાનના આગામી પીએમ બનવાના છે. આજે તેની ઔપચારિકતા પણ પૂર્ણ થશે. જ્યારે આજે નેશનલ એસેમ્બલીમાં બેઠક યોજાશે. ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે સંસદની કાર્યવાહી શરૂ થશે. સંયુક્ત વિપક્ષ પહેલાથી જ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના પ્રમુખ શાહબાજ શરીફને તેના સંયુક્ત ઉમેદવાર તરીકે જાહેર કરી ચૂક્યું છે. જ્યારે શાહ મહેમૂદ કુરેશીને પીટીઆઈ દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
બંને નેતાઓએ ગઈકાલે ઉમેદવારી નોંધાવી હતી. શહેબાજ શરીફનું નામાંકન સ્વીકારવામાં આવ્યું હતું. નોમિનેશન ફાઇલિંગ દરમિયાન શાહ મહેમૂદ કુરેશીએ PMLN નેતા એહસાન ઇકબાલ સાથે પણ દલીલ કરી હતી. જે કેમેરામાં પણ રેકોર્ડ થયેલ છે.

સ્પષ્ટપણે ઈમરાનની નજીકના પીટીઆઈ નેતાઓ ગુસ્સે છે અને કુરેશી માટે, જેમણે ઉમેદવારી નોંધાવી છે, ખુરશી તેમના માટે હવે ઘણી દૂર છે. કારણ કે 9 અને 10 એપ્રિલની રાત્રે સંસદમાં મતદાન દરમિયાન વિપક્ષે બહુમત સાબિત કરી દીધો છે. તેની પાસે નંબર છે. શાહબાઝ શરીફના નેતૃત્વમાં વિપક્ષને 174 વોટ મળ્યા હતા. મળતી માહિતી મુજબ, શાહબાજ શરીફ આજે ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યે શપથ લેશે. શાહબાજ શરીફને રાષ્ટ્રપતિ આરિફ અલ્વી દ્વારા શપથ લેવડાવવામાં આવશે. નવાઝ શરીફના ભાઈ શાહબાજ પાકિસ્તાનના 23માં વડાપ્રધાન બનશે.

ભલે શાહબાજ શરીફનો પાકિસ્તાનની સત્તાનો માર્ગ આસાન બની ગયો છે. પરંતુ તેમના માટે સત્તા ચલાવવી એક પડકાર હશે કારણ કે ખુરશી સંભાળતા પહેલા જ તેમના ભ્રષ્ટાચારના મામલાને લઈને ફરી હોબાળો શરૂ થઈ ગયો છે. 14 અબજ રૂપિયાના મની લોન્ડરિંગના કેસમાં આજે શાહબાજ શરીફ પર આરોપો ઘડવામાં આવશે. જેનો કેસ લાહોર હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસમાં શાહબાજ અને તેના પુત્ર હમઝા શરીફનું નામ પણ છે. જેઓએ હાઈકોર્ટમાં હાજર થવાનું છે.

જો કે, આ કેસમાં એક ટ્વિસ્ટ એ પણ આવ્યો છે કે શાહબાજ શરીફ સામેના આરોપોની તપાસ કરી રહેલા FIAના ટોચના અધિકારી જ રજા પર ગયા હતા. પરંતુ ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયેલા શાહબાજ સામે.. બાજુમાંથી વિપક્ષ બનેલી ઈમરાનની પાર્ટી હવે અવાજ ઉઠાવી રહી છે. પીટીઆઈ પીએમ પદ માટે શાહબાજ શરીફના નામાંકનનો વિરોધ કરી રહી છે. પીટીઆઈનું નોમિનેશન રદ્દ કરવાની માંગ કરવામાં આવી રહી છે.જો કે શાહબાઝ પર છવાયેલા મુસીબતના વાદળો દૂર થશે કે કેમ તે લાહોર હાઈકોર્ટના આજના નિર્ણય પર નિર્ભર રહેશે.