Gujarat Heavy rain/ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ

રાજ્યમાં પાછલા 24 કલાકમાં Gujarat Rain સૌથી વધુ વરસાદ ભાવનગરના સિંહોર તાલુકામાં 5 ઈંચ જ્યારે બીજા નંબરે સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 3.9 ઈંચ વરસાદ થયો છે.

Top Stories Gujarat
Gujarat Heavy rain 1 1 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં પાછલા 24 કલાકમાં Gujarat Rain સૌથી વધુ વરસાદ ભાવનગરના સિંહોર તાલુકામાં 5 ઈંચ જ્યારે બીજા નંબરે સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 3.9 ઈંચ વરસાદ થયો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના તાપીના વાલોડ 3.4 ઇંચ, વલસાડના કપરાડામાં 3.2 ઇંચ છોટાઉદેપુરના બોડેલી ત્રણ ઇંચ, સુરતના પલસાણામાં 2.9 ઇંચ વરસાદ થયો છે.

મેઘરાજાએ બીજા રાઉન્ડમાં ધમાકેદાર બેટિંગ કર્યા Gujarat Rain બાદ હવે શાંત પડ્યા છે. મંગળવારના સવારના છ વાગ્યાથી બુધવારના સવારના 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થયો છે. 14 જેટલા તાલુકામાં 50mm કરતા વધારે વરસાદ થયો છે.
સૌરાષ્ટ્રના ભાવનગરના ઉમરાળા, તળાજામાં પણ હળવો વરસાદ નોંધાયો છે. તારીખ 10મી જુલાઈએ મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળ્યું હતું. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિતના ભાગોમાં ભારે વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં હળવાથી સામાન્ય Gujarat Rain તથા બહુ ઓછા ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં દમણ, દાદરા નગર હવેલી, પાટણ, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની શક્યતાઓ છે. આ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ વરસાદની શક્યતાઓ છે.

હવામાન વિભાગે તારીખ 13થી 17 દરમિયાન રાજ્યના Gujarat Rain અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ પ્રહાર/ પંચાયતની ચૂંટણીમાં TMCએ ભવ્ય વિજય મેળવ્યા બાદ નેતા અભિષેક બેનર્જીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચોઃ Malaysia/ ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે મલેશિયામાં HALની પ્રાદેશિક કચેરીનું કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચોઃ મુલાકાત/ મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ અલ-ઇસાએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત

આ પણ વાંચોઃ Election Result/ પશ્વિમ બંગાળની પંચાયતની ચૂંટણીમાં TMCની સુનામી,બીજા સ્થાન પર ભાજપ

આ પણ વાંચોઃ પ્રહાર/ અમિત શાહે ED કેસમાં વિપક્ષ પર કર્યો વળતો પ્રહાર,’ડાયરેકટર કોણ છે તે મહત્વનું નથી’