ભાવનગર/ કોલેજની વિધાર્થીનોને ભાજપની પેજ કમિટીમાં જોડાવવા ફરમાન, કોલેજ છે કે પછી..?

મહિલા કોલેજના આચાર્ય દ્વારા કોલેજની વિધાર્થીનીઓને ભાજપમાં જોડાવા માટે સૂચિત કરતી નોટિસ બહાર પાડવામાં આવી છે.  અને જેને લઈ વિવાદ ઊભો થયો છે. 

Top Stories Gujarat
harsh 2 2 કોલેજની વિધાર્થીનોને ભાજપની પેજ કમિટીમાં જોડાવવા ફરમાન, કોલેજ છે કે પછી..?

ભાવનગરની મહિલા કોલેજ દ્વારા વિધાર્થિનીઓને એક લેખિતમાં સૂચના આપવામાં આવી છે. જેને લઈ આ મહિલા કોલેજ અને તેના આચાર્ય વિવાદમાં આવ્યા છે.  હાલમાં ચૂંટણી આવી રહી છે ત્યારે મહિલા કોલેજના આચાર્ય દ્વારા કોલેજની વિધાર્થીનીઓને ભાજપમાં જોડાવા માટે સૂચિત કરતી નોટિસ બહાર પાડવામાં આવી છે.  અને જેને લઈ વિવાદ ઊભો થયો છે.

is it a teachers temple or a bjp office order for female students to join bhavnagar college as bjp workers કોલેજની વિધાર્થીનોને ભાજપની પેજ કમિટીમાં જોડાવવા ફરમાન, કોલેજ છે કે પછી..?

પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરની શ્રીમતી ન. ચ. ગાંધી અને ભા. વા. ગાંધી મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજના કાર્યકારી આચાર્ય શ્રીમતી આર.એ. ગોહિલ દ્વારા વિદ્યાર્થીઓને એક નોટિસ પાઠવવામા આવી છે. જેમાં ઉલેખ્ખ કરવામાં આવ્યો છે કે, કોલેજની તમામ વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે ભાજપ પેજ કમિટિના સભ્ય તરીકે નોંધણી માટે દરેક વિદ્યાર્થીનીએ આવતીકાલથી પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લઈ આવે આ સભ્ય બનવા માટે ભાવનગર મહાનગરપાલિકાની અંદર રહેતી વિદ્યાર્થીનીઓ જ સભ્ય બની શકે છે. ત્યારે અભિયાનમાં જોડાવા દરેક વિદ્યાર્થીનીઓને પોતાનો મોબાઇલ લઈને કોલેજે આવવાનું જણાવામાં આવ્યુ હતુ.

bhavnagar કોલેજની વિધાર્થીનોને ભાજપની પેજ કમિટીમાં જોડાવવા ફરમાન, કોલેજ છે કે પછી..?

અત્રે નોધનીય છે કે રાજ્ય આગામી ચૂંટણીને લઈ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યાર ભાજપ દ્વારા પણ સભ્ય પદની નોંધણી ની પ્રક્રિયા ચાલુ છે. અનેપક્ષપ્રમુખ સી.આર.પાટીલ પણ આ કાર્યક્રમમાં પોતાના વિસ્તારમાં જાતે સભ્ય નોંધણી માટે મિટિંગ કરી રહ્યા છે. ગુજરાત સરકારના મંત્રીઓ ધારાસભ્યો અને ભાજપના તમામ હોદ્દેદારો પોતાના વિસ્તારમાં આ કામગીરી કરી રહ્યા છે.

આ વાત જાહેર થતાં જ લોકમુખે પણ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છેકે આ તો શિક્ષણનું ધામ છે કે ભાજપનું કાર્યલય ?  હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા કોલેજના નોટીસ બોર્ડના ફોટાએ ચર્ચા જગાવી છે. તો કોંગ્રેસ પણ હવે આ બાબતે એક્શન મોડમાં આવ્યું છે અને વિરોધ નોંધાવ્યો છે, શૈક્ષણિક સંસ્થાના સ્થાને ભાજપની સંસ્થા હોય તેમ સભ્ય બનવા વિદ્યાર્થીનીઓને આદેશ આપ્યો છે.  જે કોઈપણ પ્રકારે યોગ્ય નથી તેવો કોંગ્રેસનો આક્ષેપ છે.