Not Set/ અમદાવાદ: 14 વર્ષની પુત્રી સાથે સાવકા પિતાએ કર્યા અડપલાં, સાત મહિનાથી કરતો શોષણ

અમદાવાદમાં પિતા-પુત્રીના સંબંધને કલંક લગાવતી ઘટના સામે આવી છે. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા પિતાએ સાવકી પુત્રી સાથે છેડતી તેમજ અડપલાં કરતો હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. મળતી વિગતો મુજબ, વસ્ત્રાલમાં રહેતી એક મહિલાએ બીજા લગ્ન કર્યા હતા. મહિલાને પહેલા પતિથી એક પુત્રીનો જન્મ થયો હતો, જેની હાલ 14 વર્ષની ઉમર છે. સગીરાએ માતાને […]

Top Stories Ahmedabad Gujarat
sexually abused daughter અમદાવાદ: 14 વર્ષની પુત્રી સાથે સાવકા પિતાએ કર્યા અડપલાં, સાત મહિનાથી કરતો શોષણ

અમદાવાદમાં પિતા-પુત્રીના સંબંધને કલંક લગાવતી ઘટના સામે આવી છે. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા પિતાએ સાવકી પુત્રી સાથે છેડતી તેમજ અડપલાં કરતો હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

મળતી વિગતો મુજબ, વસ્ત્રાલમાં રહેતી એક મહિલાએ બીજા લગ્ન કર્યા હતા. મહિલાને પહેલા પતિથી એક પુત્રીનો જન્મ થયો હતો, જેની હાલ 14 વર્ષની ઉમર છે. સગીરાએ માતાને ફરિયાદ કરી હતી કે, તેનો સાવકો પિતા છાતીના ભાગે અડપલાં કરે છે, તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપે છે.

જોકે, આ ઘટના બાદ સાવકો પિતા ફરાર થઇ હતો. છેલ્લા સાત મહિનાથી પિતા અડપલાં કરતો મારી નાખવાની ધમકી આપતો હતો. રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાવકા પિતાની અટકાયત કરી છે.