Not Set/ હવે ટેલીકોમ સેક્ટર માં પણ રામદેવ બાબાની પતંજલિ

નવી દિલ્હી, એફએમસીજી ક્ષેત્રમાં બ્રાંડ બની ચુકેલી બાબા રામદેવની કંપની પતંજલિએ હવે ટેલીકોમ સેક્ટરમાં એન્ટ્રી કરી છે. યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિએ સાર્વજનિક ક્ષેત્રની ટેલીકોમ કંપની બીએસએનએલ(ભારત સંચાર નિગમ લીમીટેડ) સાથે કરાર કાર્ય છે. આ કરાર કર્યા બાદ પતંજલિએ સ્વદેશી સમૃદ્ધિ સીમ કાર્ડ લોન્ચ કાર્ય છે. ગ્રાહકોને આ સીમ કાર્ડ લીધા બાદ દરરોજ ૨ […]

Top Stories Trending Business
swadeshisamriddhisimcards 1527490946 હવે ટેલીકોમ સેક્ટર માં પણ રામદેવ બાબાની પતંજલિ

નવી દિલ્હી,

એફએમસીજી ક્ષેત્રમાં બ્રાંડ બની ચુકેલી બાબા રામદેવની કંપની પતંજલિએ હવે ટેલીકોમ સેક્ટરમાં એન્ટ્રી કરી છે. યોગ
ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિએ સાર્વજનિક ક્ષેત્રની ટેલીકોમ કંપની બીએસએનએલ(ભારત સંચાર નિગમ લીમીટેડ) સાથે
કરાર કાર્ય છે. આ કરાર કર્યા બાદ પતંજલિએ સ્વદેશી સમૃદ્ધિ સીમ કાર્ડ લોન્ચ કાર્ય છે.
ગ્રાહકોને આ સીમ કાર્ડ લીધા બાદ દરરોજ ૨ જીબી ડેટા સાથે જીવન વીમો અને ઇન્સ્યોરન્સ પણ મળશે. ગ્રાહકોને ૨.૫ લાખ
રૂપિયાનો મેડીકલ ઇન્સ્યોરન્સ અને ૫ લાખ રૂપિયાનો લાઇફ ઇન્સ્યોરન્સ મળશે. જોકે આ વીમો સડક દુર્ઘટનાના કિસ્સામાં જ
મળશે.

બીએસએનએલ સાથે મળીને પતંજલિએ આ સીમકાર્ડ જાહેર કાર્ય છે, જેને સ્વદેશી સમૃદ્ધિ સીમ કાર્ડ નું નામ આપવામાં આવ્યું છે.
શરૂઆતમાં પતંજલિ સ્ટાફ માટેજ આ સેવા આપવામાં આવશે. ત્યારબાદ કંપની બધા માટે આ સેવા જાહેર કરશે.
જણાવી દઈએ કે આ સીમ કાર્ડ પર પતંજલિ થોડી ઓફર્સ પણ આપી રહી છે. પતંજલિ સ્વદેશી સમૃદ્ધિ સીમ કાર્ડ પર ગ્રાહકોને
બધાજ પતંજલિ ઉત્પાદનો પર ૧૦ ટકા છૂટ આપવામાં આવશે.

કહેવમાં આવી રહ્યું છે કે દેશમાં બીએસએનએલનાં ૫ લાખ કાઉન્ટર પરથી પતંજલિ સ્વદેશી સમૃદ્ધિ સીમ કાર્ડ લઇ શકાશે.