અટકાયત/ જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફતી અઝહરીની અટકાયત

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનારા મૌલાના મુફતી અઝહરીની ગુજરાત અને મુંબઇ એટીએસે મુંબઇથી અટકાયત કરી છે

Top Stories Gujarat
3 1 જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફતી અઝહરીની અટકાયત

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનારા મૌલાના મુફતી અઝહરીની ગુજરાત અને મુંબઇ એટીએસે મુંબઇથી અટકાયત કરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ પોલીસે આ મૌલાનાની કથાના આયોજક મલેક અને હબીબની પહેલા જ ધરપકડ કરી લીધી હતી, મૌલાના ભડકાઉ ભાષણ મામલે જૂનાગઢ પોલીસે ફરિયાદ નોંધી હતી અને તેમના ભડકાઉ ભાષણ મામલે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની શોધખોળ હાથ ધરી હતી,આખરે મુંબઇથી તેમની અટકાયત કરવામાં આવી હતી.

જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે 31 જાન્યુઆરીની રાત્રે અહીં ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેના ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં આ ભાષણ આપવામાં આવ્યું હતું. આ ધર્મ અને વ્યસન મુક્તિના કાર્યક્રમના નામે આ જાહેરસભાની મંજૂરી લેવામાં આવી હતી જેમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું.  સોશિયલ મીડિયા પર જે 22 સેકન્ડનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં મુફ્તી સલમાન ‘આજ કુત્તોં કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા’ જેવાં ભડકાઉ વાક્યો કહેતો સાંભળવા મળે છે. વીડિયો વાયરલ થયા બાદ આયોજકો અને મૌલાના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.