એલોન મસ્કની મોટી જાહેરાત/ ‘X’ પર ઓડિયો અને વીડિયો કોલિંગની સુવિધા મળશે

એલોન મસ્કે X પોતાની એક પોસ્ટમાં કહ્યું કે, ઓડિયો અને વીડિયો કોલ માટે કોઈ મોબાઈલ નંબરની જરૂર નથી. તેમણે કહ્યું કે, ઓડિયો અને વીડિયો કોલની સુવિધા iOS, Android, Mac અને PC પર કામ કરશે.

Top Stories Tech & Auto
Untitled 240 3 'X' પર ઓડિયો અને વીડિયો કોલિંગની સુવિધા મળશે

એલોન મસ્કે જ્યારથી માઈક્રોબ્લગિંગ પ્લેટફોર્મ X (પહેલા ટ્વિટર)ની કમાન સંભાળી છે, ત્યારથી તે તેમાં ઘણા બધા નવા બદલાવ કરી ચૂક્યા છે. હવે એલોન મસ્કે હવે X યુઝર્સ માટે એક મોટી જાહેરત કરી છે. અમેરિકાની પ્રમુખ ઈવી કંપની ટેસ્લા ચીફ એલોન મસ્કે ગુરૂવારે કહ્યું કે,  X પર ટૂંક સમયમાં ઓડિયો અને વીડિયો કોલની પણ સુવિધા શરૂ કરવામાં આવશે. ખાસ વાતએ છે કે, વીડિયો તથા ઓડિયો કોલ માટે મોબાઈલ નંબરની પણ જરૂર નહીં પડે.

એલોન મસ્કે X પોતાની એક પોસ્ટમાં કહ્યું કે, ઓડિયો અને વીડિયો કોલ માટે કોઈ મોબાઈલ નંબરની જરૂર નથી. તેમણે કહ્યું કે, ઓડિયો અને વીડિયો કોલની સુવિધા iOS, Android, Mac અને PC પર કામ કરશે.

ઓડિયો અને વીડિયો કોલિંગની સુવિધા શરૂ થશે

એલોન મસ્ક પોતાના પોપ્યુલર એપ X (પહેલા ટ્વિટર)માં ફેરફાર કરવાનો પ્લાન કરી રહ્યા છે. આ દિશામાં તેમણે મોટી જાહેરાત કરી છે. એક મીડિયો રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી એક્સ પર ઓડિયો અને વીડિયો કોલિંગની સુવિધા શરૂ કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:DA Hike Update/  કેન્દ્રીય કર્મચારીઓનો જાન્યુઆરીમાં કેટલો વધશે DA,  2 દિવસ બાદ આવશે આ અપડેટ

આ પણ વાંચો:PPF Vs FD/ ઈન્કમ ટેક્સ બચાવવા માટે PPF કે FD, જાણો 7 પોઈન્ટ્સમાં તમારા માટે શું સારું છે?

આ પણ વાંચો:Reliance-Biofuel/રિલાયન્સ પરાલીમાંથી ઈંધણનું ઉત્પાદન કરતી દેશની સૌથી મોટી કંપની, પાંચ વર્ષમાં 100 વધુ પ્લાન્ટ સ્થાપશે