Not Set/ IPL 12 : કોલકતાની પંજાબ સામે આસાન જીત, પ્લેઓફની આશા જીવંત

આઇપીએલ સીઝન 12માં શુક્રવારે કોલકતા નાઇટ રાઇડર્સએ કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ સાત વિકેટથી જીત મેળવી લોધી છે. આ જીત સાથે કોલકતાની પ્લેઓફની આશા જીવંત થઇ છે. ટોસ હારી પહેલા બોટીંગ કરવા ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 6 વિકેટનાં નુકસાને 183 રન બનાવ્યા અને કોલકતાને જીત માટે 184 રનનો ટાર્ગેટ આપ્યો. જેને કોલકતા નાઇટ રાઇડર્સની […]

Top Stories Sports
chris lynn and shubman gill jpg 1556902227 IPL 12 : કોલકતાની પંજાબ સામે આસાન જીત, પ્લેઓફની આશા જીવંત

આઇપીએલ સીઝન 12માં શુક્રવારે કોલકતા નાઇટ રાઇડર્સએ કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ સાત વિકેટથી જીત મેળવી લોધી છે. આ જીત સાથે કોલકતાની પ્લેઓફની આશા જીવંત થઇ છે. ટોસ હારી પહેલા બોટીંગ કરવા ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 6 વિકેટનાં નુકસાને 183 રન બનાવ્યા અને કોલકતાને જીત માટે 184 રનનો ટાર્ગેટ આપ્યો. જેને કોલકતા નાઇટ રાઇડર્સની ટીમે 18 ઓવરમાં જ 3 વિકેટનાં નુકસાને મેળવી લીધો હતો.

kkr srh ipl 2019 dca216c4 5065 11e9 881a ac7907c23fdf IPL 12 : કોલકતાની પંજાબ સામે આસાન જીત, પ્લેઓફની આશા જીવંત

કોલકતાએ મેળવેલી આ જીતનાં કારણે પ્લેઓફમાં પહોચવાની તેની આશા હજુ જીવંત રહી છે. લક્ષ્યનો પીછો કરતી કેકેઆરની શરૂઆત સારી રહી હતી. જ્યા તેના ઓપનીંગ બેટ્સમેન ક્રિસ લિને 22 બોલમાં 46 રનની તોફાની બેટીંગ કરી કેકેઆરને ઇચ્છિત શરૂઆત આપી હતી. બીજી તરફ શુભમન ગીલએ પોતાની વિકેટને ટકાવી રાખતા 49 બોલમાં પાંચ ચોક્કા અને બે છક્કાની મદદથી નોટઆઉટ 65 રન બનાવ્યા હતા. કેકેઆરની બેટીંગની વાત કરવામાં આવે અને આંદ્રે રસલનું નામ ન આવે તે બની ન શકે. આંદ્રે રસલે 14 બોલમાં તોફાની 24 રન બનાવ્યા હતા.

KKRનાં કેપ્ટન દિનેશ કાર્તિકે જીત બાદ શું કહ્યુ

Dinesh Karthik KKR 380 IPL 12 : કોલકતાની પંજાબ સામે આસાન જીત, પ્લેઓફની આશા જીવંત

દિનેશ કાર્તિકે જીત બાદ કહ્યુ કે, પાછલા ઘણા દિવસો અમારા માટે મુશ્કિલ રહ્યા હતા. હુ અમારા બોલરો અને ફીલ્ડરોનાં પ્રદર્શનથી ઘણો નાખુશ હતો. આ જ કારણે મે ટીમનાં સાથિયો સાથે મારા મનમાં ચાલી રહેલી વાતને વ્યક્ત કરી. તેણે વધુમાં કહ્યુ કે, મને લોકોએ ક્યારે ગુસ્સામાં જોયો નથી પરંતુ મારા ગુસ્સે થવાથી મારી ટીમ સારુ પ્રદર્શન કરશે ત્યારે હુ ગુસ્સો કરી શકુ છુ.