Not Set/ બોઇગ 737 ફરી ટ્રીપ, 130 લોકોનો ચમત્કારી બચાવ

અમેરિકાનાં ફ્લોરિડામાં મોટી પ્લેન દુર્ઘટના થઇ હોવાનુ સામે આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, માયામી એરવેઝ જેક્સિનવિલે નેવલ એરસ્ટેશન પર બોઇંગ 737 પ્લેન રનવે પરથી લપસીને સેન્ટ જ્હોન નદીમાં ખાબક્યુ હતું. પ્લેનમાં 130થી વધુ લોકો સવાર હતા. પ્લેનમાં યાત્રા કરતા મુસાફરો સુરક્ષિત હોવાનુ પણ સામે આવ્યુ છે. જો કે બે લોકોને સામાન્ય ઇજા થઇ […]

Top Stories World Uncategorized
floria flight બોઇગ 737 ફરી ટ્રીપ, 130 લોકોનો ચમત્કારી બચાવ

અમેરિકાનાં ફ્લોરિડામાં મોટી પ્લેન દુર્ઘટના થઇ હોવાનુ સામે આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, માયામી એરવેઝ જેક્સિનવિલે નેવલ એરસ્ટેશન પર બોઇંગ 737 પ્લેન રનવે પરથી લપસીને સેન્ટ જ્હોન નદીમાં ખાબક્યુ હતું. પ્લેનમાં 130થી વધુ લોકો સવાર હતા. પ્લેનમાં યાત્રા કરતા મુસાફરો સુરક્ષિત હોવાનુ પણ સામે આવ્યુ છે. જો કે બે લોકોને સામાન્ય ઇજા થઇ છે. ઘટના શુક્રવારની છે. શુક્રવારે મોડી રાત્રે લેન્ડિંગનાં સમયે આ દુર્ઘટના બની હતી.  ક્યૂબાથી જેક્સનવિલે પહોંચેલી ફ્લાઇટ નદીમાં ખાબકી ગઇ હતી. જેક્સનવિલેની સુરક્ષા એજન્સીએ પ્લેનમાં સવાર તમામ લોકો સુરક્ષિત હોવાની જાણકારી આપી.

ઇથોપિયા દુર્ઘટનામાં બોઇંગ 737એ 157 લોકોનાં લીધા હતા જીવ

બોઇગ 737 ફરી ટ્રીપ, 130 લોકોનો ચમત્કારી બચાવ

આપને જણાવી દઇએ કે, છેલ્લા ઘણા સમયથી બોઇંગ 737 વિવાદોનાં વમણમાં રહ્યુ છે. થોડા સમય પૂર્વ બોઇંગ 737 મેક્સ-8એ ઇથોપિયામાં દુર્ઘટનાગ્રસ્ત થયા સાથે 157ને ભરખી ગયુ હતુ. તો ફ્લોરિડામાં બનેલી ઘટના ઇથોપિયાની ઘટનાનો રીટેક બનતુ બનતુ રહી ગયુ. સદભાગ્યે જાનહાનિ ટળતા બોઇંગ વધુ એક કલંકનો ટીકો લાગતા રહી ગયો. આમ તો વિશ્વમાં બોઇંગ 737ના 117 વિમાનોની ઉડાન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે હવે ભારતમાં પણ બોઈંગ વિમાનોને ઉડ્ડયનમાંથી પાછા ખેચી લેવાયા છે.