IPL 2021/ રોમાંચક મેચમાં ધવને દિલ્હીને પહોંચાડ્યું શિખરે, દિલ્હી એ 6 વિકેટે મેળવી જીત

આઈપીએલ 2021 ની સુપર સન્ડેની મેચમાં દિલ્હી કેપિટિલ્સે પંજાબ કિંગ્સને છ વિકેટે હરાવ્યુ છે. પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 195 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો, પરંતુ દિલ્હી કેપિટલ્સની ટીમે ચાર વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું હતું.

Top Stories Sports
123 3 રોમાંચક મેચમાં ધવને દિલ્હીને પહોંચાડ્યું શિખરે, દિલ્હી એ 6 વિકેટે મેળવી જીત

આઈપીએલ 2021 ની સુપર સન્ડેની મેચમાં દિલ્હી કેપિટિલ્સે પંજાબ કિંગ્સને છ વિકેટે હરાવ્યુ છે. પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 195 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો, પરંતુ દિલ્હી કેપિટલ્સની ટીમે ચાર વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું હતું.

123 1 રોમાંચક મેચમાં ધવને દિલ્હીને પહોંચાડ્યું શિખરે, દિલ્હી એ 6 વિકેટે મેળવી જીત

Cricket / યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને BCCI એ આપ્યો મોટો ઝટકો

ત્રણ મેચોમાં દિલ્હી કેપિટલ્સનો આ બીજો વિજય છે. વળી, પંજાબ કિંગ્સનો ત્રણ મેચ રમ્યા બાદ એકમાં જીત અને બે મેચમાં પરાજય થયો છે. આ મેચનો હીરો દિલ્હી કેપિટલ્સનો ઓપનર શિખર ધવન રહ્યો હતો, જે પોતાની સદી પુરી કરી શક્યો નહીં, પરંતુ તે ચોક્કસપણે તેની ટીમને વિજયનાં દ્વારે લઇ આવ્યો હતો. આ આઇપીએલમાં દિલ્હીની ટીમ સતત સારો દેખાવ કરી રહી છે. અગાઉ મોટા લક્ષ્યનો પીછો કર્યા બાદ દિલ્હી કેપિટલ્સ માટે ઓપનિંગમાં આવેલા પૃથ્વી શો અને શિખર ધવને ઝડપી શરૂઆત આપી હતી. જો કે, 17 બોલમાં 32 રન બનાવ્યા બાદ પૃથ્વી શો આઉટ થયો હતો. અર્શદીપસિંહે તેને પેવેલિયન મોકલ્યો હતો. તે પછી સ્ટીવ સ્મિથ મેદાનમાં આવ્યો, જે દિલ્હી કેપિટલ્સ માટે તેની પ્રથમ મેચ રમી રહ્યો હતો. જો કે, તે મોટી ઇનિંગ રમી શક્યો ન હતો અને નવ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી કેપ્ટન રિષભ પંત આવ્યો હતો.

શિખર ધવન અને પંતે ટીમને જીત તરફ દોરી હતી. દરમિયાન શિખર ધવન તેની સદી તરફ આગળ વધી રહ્યો હતો. પરંતુ રિચાર્ડસનને તેને 92 રનનાં કુલ સ્કોર પર આઉટ કરી દીધો હતો. દિલ્હી કેપિટલ્સને અહી વિજય તરફ જવા માટે થોડી મુશ્કેલીઓ આવી હતી. હવે માર્કસ સ્ટોઇનિસ પંતને સપોર્ટ આપવા ક્રીઝ પર આવ્યો હતો. ટીમ માટે માર્કસ સ્ટોઇનિસે ઝડપી ઝડપી રન બનાવવાનાં શરૂ કર્યા હતા અને ટીમને જીતનાં દ્વાર પર લાવી દીધી હતી. પરંતુ જ્યારે ટીમને 16 રન બનાવવાના હતા ત્યારે કેપ્ટન રિષભ પંત આઉટ થયો હતો. આ પછી લલિત યાદવ અને સ્ટોઇનિસે ટીમને વિજય અપાવ્યો.

IPL 2021 / હૈદરાબાદની ટૂર્નામેન્ટમાં સતત 3 હાર, જાણો શું છે હારનું કારણ

123 2 રોમાંચક મેચમાં ધવને દિલ્હીને પહોંચાડ્યું શિખરે, દિલ્હી એ 6 વિકેટે મેળવી જીત

આ પહેલા પંજાબ કિગ્સે ઓપનર મયંક અગ્રવાલનાં 69 રન અને કેપ્ટન લોકેશ રાહુલની 61 રનની અડધી સદીની ઇનિંગ્સનાં દમ પર મોટો સ્કોર બનાવ્યો હતો. લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે પ્રથમ વિકેટ માટે 122 રનની ભાગીદારી નોંધાવી હતી. આ તોફાની બેટિંગનાં કારણે દિલ્હી કેપિટલ્સને 196 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. આ મેચમાં દિલ્હીનાં કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલે પંતનાં આ નિર્ણયને ખોટો સાબિત કર્યો હતો. પંજાબે મયંકનાં 36 બોલ પર સાત ચોક્કા અને ચાર છક્કાની મદદથી 69 રન અને રાહુલનાં 51 બોલમાં સાત ચોક્કા અને બે છક્કાની મદદથી 61 રનની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટ પર 195 રન બનાવ્યા હતા.

Untitled 34 રોમાંચક મેચમાં ધવને દિલ્હીને પહોંચાડ્યું શિખરે, દિલ્હી એ 6 વિકેટે મેળવી જીત