દુ:ખદ/ મૂર્ધન્ય સાહિત્યકાર મોહમ્મદ માંકડનું 97 વર્ષની વયે નિધન

ગુજરાતના  લેખક અને પ્રખ્યાત કટાર લેખક મોહમ્મદ માંકડનું 97 વર્ષની વયે અવસાન થયુ છે, તેમના નિધનથી સાહિત્ય જગતમાં શોકની લાગણી જોવા મળી રહી છે

Top Stories Gujarat
4 6 મૂર્ધન્ય સાહિત્યકાર મોહમ્મદ માંકડનું 97 વર્ષની વયે નિધન

ગુજરાતના  લેખક અને પ્રખ્યાત કટાર લેખક મોહમ્મદ માંકડનું 97 વર્ષની વયે અવસાન થયુ છે, તેમના નિધનથી સાહિત્ય જગતમાં શોકની લાગણી જોવા મળી રહી છે.૧૯૮૨ થી ૧૯૯૨ સુધી તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ ચેરમેન તરીકે સેવાઓ આપી હતી તેમની કેલિડેસ્કોપ કટાર ખુબ લોકપ્રિય હતી.

ઉલ્લેખનીય છે કે સાહિત્ય જગતમાં ખુબ જાણીતા સાહિત્યકાર હતા તેઓ અનેક દૈનિક પેપરમાં કટાર લેખક તરીકે સેવા બજાવી ,છેલ્લા શ્વાસ સુધી તેમણે આ સેવા બજાવી હતી. તેમનો જન્મ ગુજરાતના ભાવનગર જિલ્લાના (હવે બોટાદ જિલ્લામાં) પલિયડ ગામમાં ૧૩ ફેબ્રુઆરી, ૧૯૨૮ ના રોજ થયો હતો. તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો અને બોટાદ ખાતે માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી. ત્યારબાદ તેઓ લેખન માટે સુરેન્દ્રનગર ખાતે રહ્યા હતા.બાદમાં ગાંધીનગર સ્થાઇ થયા હતા . વરિષ્ઠ સાહિત્યકાર મોહમ્મદ માંકડનું આજે શનિવારના રોજ એપોલો હોસ્પિટલ ખાતે ૯૪ વર્ષે અવસાન થયેલ છે.અંતિમયાત્રા એમના ગાંધીનગર નિવાસસ્થાન સેક્ટર-૨૦ ખાતેથી સવારે ૧૦ વાગે નીકળશે.

તેમણે કાયર (૧૯૫૬), ધુમ્મસ (૧૯૬૫), અજાણ્યા બે જણ (૧૯૬૮), ગ્રહણરાત્રિ, મોરપીંછના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, દંતકથા, મંદારવૃક્ષ નીચે, બંધ નગર (બે ભાગ: ૧૯૮૬, ૧૯૮૭), ઝંખના (૧૯૮૭), અનુત્તર (૧૯૮૮) અને અશ્વ દોડ (૧૯૯૩) જેવી નવલકથાઓનું સર્જન કર્યું હતું

તેમની ટૂંકી વાર્તાઓમાં માટીની મૂર્તિઓ (૧૯૫૨), મન ના મોરાદ (૧૯૬૧), વાત વાતમાં (૧૯૬૬), તપ (૧૯૭૪), ઝાકળનાં મોતી અને મોહમ્મદ માંકડની વાર્તાઓ (બે ભાગ, ૧૯૮૮) નો સમાવેશ થાય છે.