Politics/ પીએમ મોદીને 2024માં કોણ આપશે ટક્કર, ઓમર અબ્દુલાએ કહી આ મોટી વાત…

જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ મીડિયા સાથેની વાતમાં  મદરેસાઓના સર્વેક્ષણ, કલમ 370, જ્ઞાનવાપી મસ્જિદ, પાકિસ્તાન, જમ્મુ અને કાશ્મીરની ચૂંટણી અને સીએમ ચહેરા વિશે વાત કરી હતી

Top Stories India
3 37 પીએમ મોદીને 2024માં કોણ આપશે ટક્કર, ઓમર અબ્દુલાએ કહી આ મોટી વાત...

જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ મીડિયા સાથેની વાતમાં  મદરેસાઓના સર્વેક્ષણ, કલમ 370, જ્ઞાનવાપી મસ્જિદ, પાકિસ્તાન, જમ્મુ અને કાશ્મીરની ચૂંટણી અને સીએમ ચહેરા વિશે વાત કરી હતી.

કલમ 370ના મુદ્દે ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ પર નિશાન સાધતા કહ્યું કે અમે કોઈને સપના દેખાડતા નથી. પહેલા નક્કી કરો કે કોણ કોને સપના બતાવે છે. અમને ચુકાદામાં વિશ્વાસ નથી, કદાચ કોંગ્રેસ પણ 370 પરત ન કરે, પરંતુ અમે સુપ્રીમ કોર્ટમાં અમારી લડાઈ લડતા રહીશું.

કાશ્મીરમાં વાતાવરણ બગડી રહ્યું છે

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે સરકાર ક્યાં સુધી સુપ્રીમ કોર્ટની પાછળ સંતાશે. સરકાર અમારાથી ડરે છે. પરંતુ અમે આ માટે રસ્તા પર નહીં ઉતરીએ કારણ કે અહીં કાશ્મીરમાં વાતાવરણ બગડતા વધુ સમય નથી લાગતો અને હું જાણું છું કે બગડતા વાતાવરણને કારણે કાશ્મીરના સામાન્ય લોકો કેટલી પરેશાની ભોગવે છે. અમે અમારા નાના બાળકોના ભવિષ્ય સાથે રમત નહીં કરીએ. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે હું છેતરવાની રાજનીતિ નથી કરતો. મેં ક્યારેય લોકોને 370 વિશે સપના નથી બતાવ્યા.

મુખ્યમંત્રી પદનો કોઈ મોહ નથી

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે તેઓ જમ્મુ-કાશ્મીરમાં આગામી ચૂંટણીમાં સીએમ પદ માટે લડી રહ્યા નથી. આ ચૂંટણી એ સાબિત કરશે કે અહીં 5 ઓગસ્ટ 2019ના રોજ જે થયું તે ખોટું થયું. ઉમરે વધુમાં કહ્યું કે અહીં વિકાસ એક મુદ્દો હશે પરંતુ તે ખૂબ જ નાનો મુદ્દો હશે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં ચૂંટણી ભાવનાઓ પર લડવામાં આવે છે. આ ચૂંટણી પણ લાગણીના આધારે લડવામાં આવશે.

ગુપકર ગઠબંધનના મુદ્દે કહ્યું..

ઓમર અબ્દુલ્લાએ ગુપકર ગઠબંધનના મુદ્દે વાત કરતા કહ્યું કે અમે સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે. અમે હમણાં જ એક બેઠક કરી હતી જેમાં અમે બધા સહમત થયા હતા કે અમારે અલગથી ચૂંટણી લડવી જોઈએ પરંતુ અમારા રાજકીય ઉદ્દેશ્યોમાં કોઈ ફેરફાર થયો નથી.

પાકિસ્તાનની સેના સાથે અમારી લડાઇ

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે અમારી લડાઈ પાકિસ્તાનની સેના સાથે છે, ત્યાંની સરકાર સાથે છે, ISI સાથે છે પણ ત્યાંની સામાન્ય જનતા સાથે નથી. આપણે મુશ્કેલ સમયમાં કોઈની પણ મદદ કરવી જોઈએ.

2024માં પીએમ મોદીને કોણ આપશે ટક્કર

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે 2024માં રાહુલ ગાંધી પીએમ મોદીને સારો પડકાર આપી શકશે કારણ કે બિહારની બહાર નીતિશ કુમારને કોઈ ઓળખતું નથી. અરવિંદ કેજરીવાલ પીએમ મોદીને તેમના કરતા વધુ સારો પડકાર આપશે.