Not Set/ નાસાએ જાહેર કર્યા લેન્ડિંગ સાઈટનાં ફોટો, નહોતુ થયુ વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ

ચંદ્ર પર લેન્ડિંગથી પહેલા ચંદ્રયાન-2નાં લેન્ડર વિક્રમનું ઈસરોથી સંપર્ક તૂટી ગયુ હતુ. ત્યાર બાદથી ઈસરો લેન્ડરથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યુ હતુ. જો કે તેમા સફળતા નહોતી મળી, પરંતુ હવે 20 દિવસ બાદ યુએસ સ્પેસ એજન્સી નાસાએ લેન્ડર વિક્રમ વિશે મોટી માહિતી આપી છે. નાસાએ પણ લેન્ડિંગ સાઈટનાં ફોટા જાહેર કર્યા છે. નાસાએ કહ્યું છે […]

Top Stories World
ManzinusN SimpleliusN નાસાએ જાહેર કર્યા લેન્ડિંગ સાઈટનાં ફોટો, નહોતુ થયુ વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ

ચંદ્ર પર લેન્ડિંગથી પહેલા ચંદ્રયાન-2નાં લેન્ડર વિક્રમનું ઈસરોથી સંપર્ક તૂટી ગયુ હતુ. ત્યાર બાદથી ઈસરો લેન્ડરથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યુ હતુ. જો કે તેમા સફળતા નહોતી મળી, પરંતુ હવે 20 દિવસ બાદ યુએસ સ્પેસ એજન્સી નાસાએ લેન્ડર વિક્રમ વિશે મોટી માહિતી આપી છે. નાસાએ પણ લેન્ડિંગ સાઈટનાં ફોટા જાહેર કર્યા છે. નાસાએ કહ્યું છે કે ચંદ્રયાન-2 લેન્ડરની ‘હાર્ડ લેન્ડિંગ’ થઇ હતી, જ્યારે તે ચંદ્ર સપાટી પર સોફ્ટ લેન્ડિંગનાં ઐતિહાસિક પ્રયાસ દરમિયાન તેનો સંપર્ક તૂટી ગયો હતો.

નાસાએ ચંદ્ર સપાટીની ઉચ્ચ રીઝોલ્યુશન ફોટો જાહેર કરી છે અને જણાવ્યુ છે કે ચંદ્ર સપાટી પર વિક્રમ લેન્ડરનું હાર્ડ લેન્ડિંગ થયું હતું. નાસાએ લેન્ડિંગ સાઈટની ફોટો બહાર પાડી છે પરંતુ લેન્ડર વિક્રમ વિશે જાણી શકાયું નથી. વૈજ્ઞાનિકો અનુસાર, ચંદ્ર પર રાત થઇ ચુકી છે, જેના કારણે મોટાભાગની સપાટી પર માત્ર પડછાયાઓ જ દેખાય છે. આવી સ્થિતિમાં, લેન્ડર પડછાયામાં છુપાયેલું હોઇ શકે.

નાસાનાં ઓર્બિટરે વિક્રમ લેન્ડરનાં ફોટો ત્યારે લીધા હતા જ્યારે તે ત્યાથી પસાર થઇ રહ્યુ હતુ, જ્યા વિક્રમ લેન્ડરની લેન્ડિંગ થઇ હતી. ઓક્ટોબરમાં દક્ષિણ ધ્રુવથી અંધકાર છૂટો થયા બાદ નાસા ફરી એકવાર વિક્રમનું સ્થાન શોધવા અને તેના લૂનર રિકોર્નેસા ઓર્બિટરનાં કેમેરાથી તેના ફોટા લેવાનો પ્રયાસ કરશે. નાસા કહે છે કે વિક્રમ લેંડરે સપ્ટેમ્બરનાં રોજ ચંદ્ર સપાટી પર સિમ્પેલિયસ-એન અને મેન્ઝિયસ-સી ક્રેટર્સ વચ્ચેનાં વિમાનમાં સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે દરમિયાન ઇસરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.