Not Set/ અમેરિકામાં કોરોનાનાં ડેલ્ટા વેરિઅન્ટ પર અસરકારક છે ભારતની કોવેક્સિન

કોરોના મહામારીને હરાવવા માટે વેક્સિન પર વિશ્વભરમાં સંશોધન ચાલી રહ્યું છે. વિશ્વનો લગભગ દરેક દેશ મહામારી વિરુદ્ધ લડી રહ્યો છે. દરમ્યાન, અમેરિકાની સ્ટડીમાં સ્વદેશી એન્ટી-કોરોના વેક્સિનની અસરને સ્વીકાર્યુ છે.

Top Stories Trending
11 104 અમેરિકામાં કોરોનાનાં ડેલ્ટા વેરિઅન્ટ પર અસરકારક છે ભારતની કોવેક્સિન

કોરોના મહામારીને હરાવવા માટે વેક્સિન પર વિશ્વભરમાં સંશોધન ચાલી રહ્યું છે. વિશ્વનો લગભગ દરેક દેશ મહામારી વિરુદ્ધ લડી રહ્યો છે. દરમ્યાન, અમેરિકાની સ્ટડીમાં સ્વદેશી એન્ટી-કોરોના વેક્સિનની અસરને સ્વીકાર્યુ છે. આ અધ્યયન મુજબ, કોવેક્સિન એ આલ્ફા અને ડેલ્ટા બંને પ્રકારોનાં કોરોના વેરિઅન્ટ પર પ્રભાવી છે.

11 105 અમેરિકામાં કોરોનાનાં ડેલ્ટા વેરિઅન્ટ પર અસરકારક છે ભારતની કોવેક્સિન

આ પણ વાંચો – કોરોનાની અસર / દેશ અને દુનિયામાં કોરોનાનાં કેસમાં ચિંતાજનક વધારો, મોતનાં મામલે બ્રાઝિલે ભારતને છોડ્યુ પાછળ

અમેરિકાનાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (એનઆઈએચ) એ કહ્યું છે કે, ભારત મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) નાં સહયોગથી ભારત બાયોટેક દ્વારા વિકસિત કોવેક્સિન એ કોરોના વાયરસનાં આલ્ફા અને ડેલ્ટા વેરિઅન્ટ વિરુદ્ધ લડવામાં અસરકારક છે. એનઆઈએચે કહ્યુ કે, કોવેક્સિન લગાવનારા લોકોનાં લોહીમાં સીરમનાં બે અધ્યયનોનાં પરિણામો સૂચવે છે કે આ વેક્સિન એવી એન્ટિબોડીઝ વિકસાવે છે જે SARS-COV-2 નાં બી.1.1.7 (આલ્ફા) અને બી.1.617 (ડેલ્ટા) વેરિઅન્ટને અસરકારક રીતે નિષ્ક્રિય કરે છે, આ વેરિઅન્ટ પહેલા બ્રિટન અને ભારતમાં મળી આવ્યા હતા. અમેરિકાની ટોચની આરોગ્ય સંશોધન સંસ્થાએ કહ્યું કે, તેના ભંડોળથી વિકસિત એક સહાયક દવાએ અત્યંત અસરકારક કોવેક્સિનની સફળતામાં ફાળો આપ્યો છે, જે ભારત અને અન્યત્ર સ્થાનોમાં અત્યાર સુધી લગભગ બે કરોડ પચાસ લાખ લોકોને લગાવવામાં આવી ચુકેલ છે. સહાયક રોગપ્રતિકારક શક્તિ અને વેક્સિનની અસરકારકતાનાં ભાગ રૂપે તૈયાર કરવામાં આવે છે.

11 106 અમેરિકામાં કોરોનાનાં ડેલ્ટા વેરિઅન્ટ પર અસરકારક છે ભારતની કોવેક્સિન

આ પણ વાંચો – કેબિનેટ માં ફેરબદલ અથવા કંઇક. / કેન્દ્રીય મંત્રીમંડળની આજે બેઠક યોજાશે જેમાં પીએમ મોદી કેબિનેટ વિસ્તરણ અંગે મોટા સંકેતો આપી શકે છે

એનઆઈએચ જણાવે છે કે, વેક્સિનમાં SARS-COV-2 નું એક અક્ષમ સ્વરૂપ છે જે પોતાની નકલ બનાવી શકતું નથી, પરંતુ વાયરસ સામે એન્ટિબોડીઝ બનાવવા માટે રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે. તેમણે કહ્યું કે વેક્સિનનાં બીજા તબક્કાનાં ટ્રાયલનાં પ્રકાશિત પરિણામો દર્શાવે છે કે તે સલામત છે. તેણે જણાવ્યું હતું કે, વેક્સિનનાં ત્રીજા તબક્કાનાં પરીક્ષણ માટે સુરક્ષા સંબંધી ડેટા આ વર્ષનાં અંતમાં ઉપલબ્ધ થશે. “આ દરમ્યાન, ત્રીજા તબક્કાનાં ટ્રાયલનાં અપ્રકાશિત વચગાળાનાં પરિણામો સૂચવે છે કે આ વેક્સિન લક્ષણવાળા સંક્રમણની વિરુદ્ધ 78 ટકા અસરકારક છે.” ગંભીર કોરોના વાયરસ સંક્રમણ સામે તે 100 ટકા અસરકારક છે અને એસિમ્પટમેટિક અને નોન-સિમ્પ્ટોમેટિક સંક્રમણ વિરુદ્ધ 70 ટકા અસરકારક છે. મહામારીને સમાપ્ત કરવા વૈશ્વિક સ્તરે પગલા લેવાની જરૂર છે.

Footer 2 અમેરિકામાં કોરોનાનાં ડેલ્ટા વેરિઅન્ટ પર અસરકારક છે ભારતની કોવેક્સિન