Cyber Attack/ ટાટા પાવરના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સાયબર એટેક, કેટલીક સિસ્ટમ થઇ પ્રભાવિત

ટાટા કંપનીના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સાઈબર એટેક થયો છે ટાટા પાવરે શુક્રવારે જણાવ્યું હતું કે તેની ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિસ્ટમ્સ સાઇબર હુમલાથી પ્રભાવિત થયા છે

Top Stories India
8 16 ટાટા પાવરના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સાયબર એટેક, કેટલીક સિસ્ટમ થઇ પ્રભાવિત

ટાટા કંપનીના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સાઈબર એટેક થયો છે. ટાટા પાવરે શુક્રવારે જણાવ્યું હતું કે તેની ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિસ્ટમ્સ સાઇબર હુમલાથી પ્રભાવિત થયા છે. ટાટા પાવર કંપની લિ. સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું કે કંપનીના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સાઈબર એટેક થયો છે.

ટાટા પાવરે જણાવ્યું હતું કે કંપનીએ સિસ્ટમની સમારકામ અને પુનઃસ્થાપના માટે પગલાં લીધાં છે. કંપનીના જણાવ્યા અનુસાર, ઓપરેશન્સ સંબંધિત તમામ મહત્વપૂર્ણ સિસ્ટમ્સ કામ કરી રહી છે. જો કે, સાવચેતીના ભાગરૂપે, કર્મચારી અને ગ્રાહક સાથે સંકળાયેલા પોર્ટલ અને ‘ટચ પોઈન્ટ’ માટે તકેદારી રાખવામાં આવી રહી છે.

ટાટા પાવર કંપની લિમિટેડે કહ્યું કે કંપની આ બાબતને અપડેટ કરશે. હાલમાં તેની કેટલીક આઈટી સિસ્ટમ સાઈબર હુમલાથી પ્રભાવિત થઈ છે. મહારાષ્ટ્ર પોલીસની સાયબર વિંગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ટાટા પાવર અને અન્ય પાવર કંપનીઓને ખતરો હોવાની ગુપ્તચર માહિતી મળી હતી. અધિકારીએ કહ્યું કે તમામ સંબંધિત કંપનીઓને એલર્ટ કરી દેવામાં આવી છે અને ફાયરવોલનું ઓડિટ અને તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંઘે કહ્યું હતું કે વિદ્યુત સુધારા વિધેયક હેઠળ નિયમિત નિરીક્ષણ અને સમયસર કાર્યવાહીની જોગવાઈ સાથે, ભારતનું પાવર નેટવર્ક ટૂંક સમયમાં  ભવિષ્ય માટે તૈયાર અને સાયબર હુમલાઓથી સુરક્ષિત રહેશે. આર.કે. સિંહે કહ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં  નેશનલ પાવર ગ્રીડ પર સાયબર હુમલા થયા છે. તેઓ ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી થયેલા હુમલાઓની તપાસ કરી રહ્યા હતા જેમાં તેઓ સફળ થયા ન હતા.