વૃક્ષા રોપણ અભિયાન/ મંતવ્ય ન્યૂઝના વૃક્ષો વાવો અભિયાનનું સીઆર પાટીલના હસ્તે નવસારીમાં પ્રારંભ

નવસારી જિલ્લામાં આ અભિયાનની શુભ શરૂઆત ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે કરાઇ હતી.આ અભિયાનમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા,જીલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ, ગણદેવી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નરેશ પટેલ, નગરપાલીકા પ્રમુખ જીગીશ શાહ સહિતનાઓે હાજરી આપી વૃક્ષારોપણ કર્યું હતું.

Top Stories Gujarat Others
Untitled 122 મંતવ્ય ન્યૂઝના વૃક્ષો વાવો અભિયાનનું સીઆર પાટીલના હસ્તે નવસારીમાં પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મિશન લાઇફનો પ્રારંભ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલ ખાતે કર્યો હતો અને આ મિશનને ધ્યાનમાં લઈને મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા 75 લાખ વૃક્ષો વાવનું અભિયાન હાથ ઘર્યું છે.લાઇફ મિશન બે વસ્તુઓથી બનેલું છે. પ્રથમ, જીવનશૈલી અને બીજું પર્યાવરણ. આ મિશનના અમલીકરણનો સીધો ધ્યેય જળવાયુ પરિવર્તનની અસરને ઘટાડવાનો પ્રયાસ કરવાનો છે. આ માટે ત્રણ નિયમો છે. પુનઃઉપયોગ અને રિસાયકલ ઘટાડવા. એટલે કે બિનજરૂરી વસ્તુઓ ઓછી કરવી. કચરો ઘટાડવા માટે વસ્તુઓનો પુનઃઉપયોગ અને રિસાયક્લિંગ.

પીએમ મોદીનાના આ મિશન બાદ પાંચ જૂને મંત્વય ન્યુઝના વૃક્ષા રોપણ અભિયાનની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરસ હસ્તે કરાવવામાં આવી હતી. આ અભિયાન દ્વારા મંતવ્ય ન્યૂઝ ગુજરાતના દરેક જીલ્લામાં વૃક્ષા રોપણ કરી રહ્યું છે અને સાથે સાથે તેની જાળવણીનું પણ ધ્યાન રાખી રહ્યું છે.

Untitled 122 1 મંતવ્ય ન્યૂઝના વૃક્ષો વાવો અભિયાનનું સીઆર પાટીલના હસ્તે નવસારીમાં પ્રારંભ

અમદાવાદ,વલસાડ બાદ હવે મંતવ્ય ન્યૂઝની ટીમ નવસારીમાં વૃક્ષા રોપણ માટે પહોંચી હતી. મંતવ્ય ન્યૂઝ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને અનુલક્ષીને રાજ્યભરમાં 75 લાખ વૃક્ષો વાવવાનો, ઉછેરવાનો નિર્ધાર કર્યો છે. નવસારી જિલ્લામાં આ અભિયાનની શુભ શરૂઆત ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે કરાઇ હતી.આ અભિયાનમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા,જીલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ, ગણદેવી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નરેશ પટેલ, નગરપાલીકા પ્રમુખ જીગીશ શાહ સહિતનાઓે હાજરી આપી વૃક્ષારોપણ કર્યું હતું.

https://twitter.com/mantavyanews/status/1671417180460838912

મંતવ્ય ન્યૂઝે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો- આ સુત્ર આજે પૃથ્વી પરના પર્યાવરણની જાળવણી માટે જીવનમંત્ર બનાવવાની જરૂરીયાત વરણ સતત બદલાઈ રહ્યું છે અને વિવિધ પડકારોનો સામનો કરી રહ્યું છે જે તેની ટકાઉપણાને જોખમમાં મૂકે છે. આબોહવા પરિવર્તન, વન નાબૂદી, પ્રદૂષણ અને વસવાટનો વિનાશ એ કેટલીક સમસ્યાઓ છે જેનો પર્યાવરણને સામનો કરવો પડે છે.

https://twitter.com/mantavyanews/status/1671417189600219138

આપને જણાવી દઈએ કે, ભારત એવા દેશોમાંનો એક છે જેણે જળવાયુ પરિવર્તનની અસરોને કાબૂમાં રાખવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. દેશ દર વર્ષે વ્યક્તિદીઠ 1.5 ટન કાર્બન ઉત્સર્જન કરે છે. જ્યારે વિશ્વમાં આ આંકડો 4 ટન છે. ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી ક્ષમતા ધરાવતો દેશ છે. અહીં પવન અને સૌર ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મિશન હેઠળ આ ઊર્જાનો ઉપયોગ વધારવામાં આવશે જેથી કરીને કાર્બનના ઉત્સર્જનને રોકી શકાય.

Untitled 122 2 મંતવ્ય ન્યૂઝના વૃક્ષો વાવો અભિયાનનું સીઆર પાટીલના હસ્તે નવસારીમાં પ્રારંભ

વડાપ્રધાને કહ્યું કે હતું કે, પર્યાવરણ અનુકુળ જીવન એ જ મિશન લાઇફનો મંત્ર છે. જીવન શૈલી બદલીને પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે. ધરતીની સુરક્ષા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતમાં હજારો વર્ષોથી પ્રકૃતિની પૂજા કરવાની પરંપરા છે. ક્લાયમેન્ટ ચેન્જ જેવી વૈશ્વિક આપદા સામે લડવામાં ભારત સૌથી આગળ છે. એસીનુ તાપમાન બહુ ઓછુ ન રાખવું જોઇએ. 160 કરોડથી વધુ એલઇડી બલ્બ બનાવાયા છે.

Untitled 122 3 મંતવ્ય ન્યૂઝના વૃક્ષો વાવો અભિયાનનું સીઆર પાટીલના હસ્તે નવસારીમાં પ્રારંભ

આ પણ વાંચો:રથયાત્રામાં ઘટી દુર્ઘટના, દરિયાપુરમાં બાલ્કનીનો સ્લેબ ધરાશાયી થતા એક યુવકનું મોત

આ પણ વાંચો:અમદાવાદના દંપતી ઈરાનમાં થયું અપહરણ, રાજ્ય સરકાર અને હર્ષ સંઘવીની મદદથી ગણતરીના

આ પણ વાંચો:ભગવાન જગન્નાથ મોસાળ સરસપુરથી નિજમંદિર જવા નીકળ્યા, તંબુચોકી પહોંચ્યા

આ પણ વાંચો:રાજકોટની રથયાત્રામાં સનાતની બુલડોઝરની બોલબાલા

આ પણ વાંચો:ભગવાન જગન્નાથ મોસાળમાં પહોંચ્યાઃ મોસાળમાં ભાવભીનું સ્વાગત અને જમણવાર શરૂ