ગેરકાયદેસર વિદેશ જતા લોકો સાવધાન/ અમદાવાદના દંપતી ઈરાનમાં થયું અપહરણ, રાજ્ય સરકાર અને હર્ષ સંઘવીની મદદથી ગણતરીના કલાકોમાં છૂટકારો

વાયરલ વીડિયોમાં પંકજ પટેલ દ્વારા પરિવારને રૂપિયા મોકવવા માટે આજીજી કરવામાં આવી રહી છે. રૂપિયા નહીં આપો તો આ લોકો મારી નાખશે.. તમે ભાઈ જલદી રૂપિયા નાખી દો.. તેવી આજીજી સતત કરતા રહે છે.

Ahmedabad Gujarat Trending
Untitled 113 અમદાવાદના દંપતી ઈરાનમાં થયું અપહરણ, રાજ્ય સરકાર અને હર્ષ સંઘવીની મદદથી ગણતરીના કલાકોમાં છૂટકારો

ગુજરાતીઓમાં વિદેશ જવાનો ભારે મોહ જોવા મળે છે. દિવસેને દિવસે અનેક ગુજરાતીઓ અમેરિકા, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા જેવા દેશોમાં વસી રહ્યા છે. દરેક વ્યક્તિ વિદેશમાં પૈસા કમાવા માંગે છે પરંતુ ગેરકાયદેસર રીતે વિદેશ જવાને કારણે ઘણા ગુજરાતીઓ પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને પૈસા પણ ગુમાવે છે. ત્યારે આવામાં આવી જ એક ઘટના સામે આવી છે.જેમાં અમદાવાદથી એક દંપત્તિ ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નિકળ્યું હતું. પરંતુ તેનું ઈરાનમાં અપહરણ થઈ ગયું છે.

આપને જણાવી દઈએ કે, અમદાવાદના નરોડાના પટેલ દંપત્તિનુ અમેરિકા પહોંચતા પહેલા જ અપહરણ થઇ ગયું. તેમજ પંકજકુમાર ભરતભાઈ પટેલ નામના આ યુવાનને ઉંધો સુવડાવી તેના પર બ્લેડના અસંખ્યા ઘા મારવામાં આવે છે. લોહી નિકળતી હાલતમાં આ યુવાન દર્દથી તડપી રહ્યો છે. રડતા રડતા પોતાના ભાઈને કહે છે કે, ભાઈ મુજે માર દેંગે…પૈસે ડાલો જલ્દી સે જલ્દી પૈસે ડાલો…મુજે માર દેંગે.

વાયરલ વીડિયોમાં પંકજ પટેલ દ્વારા પરિવારને રૂપિયા મોકવવા માટે આજીજી કરવામાં આવી રહી છે. રૂપિયા નહીં આપો તો આ લોકો મારી નાખશે.. તમે ભાઈ જલદી રૂપિયા નાખી દો.. તેવી આજીજી સતત કરતા રહે છે. બીજી તરફ હુમલો કરી રહેલો શખ્સ તેમના બરડા પર સતત ચીરા પડતો પણ જોવા મળી રહ્યો છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને યુવાન પટેલ દંપતિને કઈ રીતે બચાવી શકાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. સરકારે પણ આ સંદર્ભમાં તુરંત જ કાર્યવાહી કરે એવી પરિવારજનોની લાગણી છે.

ભયાનક વીડિયોમાં પંકજ પટેલને બાંધીને અત્યાચાર ગુજારવામાં આવ્યો તે વીડિયો એટલો ભયાનક છે તે બતાવી શકાય તેવો નથી. આ વીડિયો પરિવારના સભ્યોને મોકલીને તેમની પાસે રૂપિયાની માગણી કરવામાં આવી હતી. હવે આ ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.

આ બનાવ અંગે પંકજના ભાઈને જાણ થતાં તેને પોલીસમાં ફરિયાદ નોંધાવેલ. પોલીસને જણાવેલ કે, તેમના ભાઈભાઈ ગાંધીનગર સરગાસણ ખાતેના એજન્ટ સાથે રૂ.1.15 કરોડમાં ગેરકાયદે અમેરિકા જવાનો સોદો નક્કી કર્યો હતો. તે એજન્ટ એ એવું કહેલ કે તમારા ભાઈ ભાભીને પહેલા હૈદરાબાદ લઈ જવાશે અને ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા, દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલવામાં આવશે. ભાઈને શંક છે કે પંકજનું અપહરણ ઈરાનમાં જ થયું છે.

પંકજને જે રીતે બાથરૂમમાં ઊંધો લટાકવીને મારવામાં આવી રહ્યો છે તેવો વિડીયો પરિવારણ મળ્યો છે અને આ વીડિયોમાં પંકજ પટેલ રડતા રડતા હિન્દીમાં કહે છે કે, જલ્દીથી પૈસા મોકલી આપો નહીંતર આ લોકો મને મારી નાંખશે. આ વીડિયોમાં આરોપી પણ કહે છે કે પૈસા નહીં ડાલો ગે તો ખુદા કી કસમ હમ ઈસકે ગુર્દાક નિકાલ કર બેચ દેંગે, પૈસા ડાલો આગે આપકી મરજી. હાલમાં આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથધરી છે.

એક વોટ્સમેસેજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને ગયો અને 24 કલાકની અંદર જ છેક તહેરાનમા અપહરણકર્તાઓને ત્યાં ફસાયેલા પંકજ અને બહેન નિશા પટેલને છોડાવી દીધા. આ માહિતી પરિવારના જ એક સભ્યએ આપી છે. પરિવાર તરફથી જે માહિતી આપવામાં આવી છે તે મુજબ પુત્રવધુ નિશા અને પુત્ર પંકજને ઈરાનના તહેરાનમાં ગોધી રાખી, ખંડણી માંગ્યાની જાણ રવિવારે રાતે નવેક વાગ્યાની આસપાસ વોટ્સએપ મેસેજથી હર્ષ સંઘવીને કરવામાં આવી હતી. તે વખતે તેઓ રથયાત્રાના બંદોબસ્ત, સુરતના યોગ દિવસ સહિતના કાર્યક્રમોની તૈયારીમા હતા.

Untitled 115 3 અમદાવાદના દંપતી ઈરાનમાં થયું અપહરણ, રાજ્ય સરકાર અને હર્ષ સંઘવીની મદદથી ગણતરીના કલાકોમાં છૂટકારો

છતાંય રવિવારની રાતથી સોમવારે રાત એમ બંને રાતના ઉજાગરા વેઠીને તેમણે સતત  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની હાઈલેવલ ડેડીકેટેડ ટીમ દ્વારા તપાસ કરાવી, તેમણે જાતે જ Ministry of External Affairs; GOI, Central IB, RA&W,INTERPOLનો સંપર્ક કર્યો અને ઇરાન ખાતેના ભારતીય દૂતાવાસ, તહેરાનમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન જહોન માઈનો સંપર્ક કરીને ભાઇ પંકજ અને નિશાને શોધવા મદદ માંગી હતી. પરિવારના જણાવ્યાં મુજબ હવે આ સઘળા પ્રયત્નોથી ગુજરાતી દંપતિ તહેરાનથી મળી આવ્યા છે. અને તેઓ સ્વદેશ આવવા રવાના થયા છે. માત્ર 24  કલાકમાં વિદેશની ધરતી પર મદદ કરનાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારીઓનો પરિવારે આભાર પણ માન્યો છે. આ સાથે પરિવારે સ્પષ્ટપણે એવું પણ કહ્યું કે અમારી સાથે થયુ તેવુ કોઇની સાથે ન થાય. કોઇ બે નંબરમા, એજન્ટના દોરવાયા વિદેશ ન જાય. આ રસ્તો ખોટો છે.

તહેરાનમાં બંધક બનાવવામાં આવેલા પંકજ અને નિશાને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 24 કલાકમાં જ છોડાવી દીધા છે. ત્યારે તેમના પરિવારે ગૃહ રાજ્યમંત્રીને આભાર માનતો પત્ર લખ્યો હતો. તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.ત્યાર બાદ હર્ષ સંઘવીએ ભારત સરકારના વિદેશ મંત્રાલયથી માંડીને ઈરાનમાં ભારતીય દૂતાવાસ સુધી મદદ માગી અને રથયાત્રાની તૈયારીમાં લાગેલી પોલીસને પણ કામે લગાડી. દરમિયાન ઈરાનના તહેરાનમાં દંપતીને જ્યાં ગોંધી રખાયું હતું અને ખંડણી માગવામાં આવી હતી એ જગ્યા મળી આવી, ઈરાનના ડેપ્યુટી ચીફ ઓફ મિશનની મદદ લઈને તહેરાનમાં અપહરણકારોની ચુંગાલમાં ફસાયેલાં દંપતીને છોડાવવામાં સફળતા મળી હતી. આ દંપતી આજે સ્વદેશ પરત ફરશે.

જણાવી દઈએ કે, નવા નરોડામાં રહેતા સંકેત પટેલનાં ભાઈ-ભાભી ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ દ્વારા 1.15 કરોડમાં અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. જોકે સંકેત પટેલના કહેવા પ્રમાણે, એજન્ટને એડવાન્સમાં એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી. તેમને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે એવી ડીલ થઈ હતી. જોકે અમેરિકા જવાના બદલે ઈરાનમાં તેમનું અપહરણ થયું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:બનાસકાંઠામાં ભારે વરસાદના લીધે બેના મોત

આ પણ વાંચો:રેલવે કુંભમેળાને લઈને સ્પેશ્યલ 800 ટ્રેન દોડાવશે

આ પણ વાંચો:શક્તિસિંહ ગોહિલ સોમવારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખનો કાર્યભાર સંભાળશે

આ પણ વાંચો:અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે કેટલા રસ્તા પર ડાયવર્ઝન, કેટલા બંધ તે જાણો