Not Set/ સરદાર સરોવર ડેમની પાસેનાં વિસ્તારમાં મોડી રાતે ભૂંકપનો તીવ્ર આંચકાઓ અનુભવાયો

સરદાર સરોવર ડેમની પાસેનાં વિસ્તારમાં મોડી રાતે ભૂંકપનાં તીવ્ર આંચકાઓ અનુભવાયા હતા. ગઇકાલે રાતે આશરે 2.15 કલાકે રેક્ટર સ્કેલ પર 3ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે. જોકે આ આંચકાને કારણે કોઇ નુકશાનનાં સમાચાર મળ્યાં નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ડેમથી 53 કિમી દૂર નોંધવામાં આવ્યું છે. નોંધનીય છે કે સરદાર સરોવર ડેમ 8.5 […]

Gujarat Others
SARDARSAROVARDAM e1565283733853 સરદાર સરોવર ડેમની પાસેનાં વિસ્તારમાં મોડી રાતે ભૂંકપનો તીવ્ર આંચકાઓ અનુભવાયો

સરદાર સરોવર ડેમની પાસેનાં વિસ્તારમાં મોડી રાતે ભૂંકપનાં તીવ્ર આંચકાઓ અનુભવાયા હતા. ગઇકાલે રાતે આશરે 2.15 કલાકે રેક્ટર સ્કેલ પર 3ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે. જોકે આ આંચકાને કારણે કોઇ નુકશાનનાં સમાચાર મળ્યાં નથી.

ભૂકંપનું કેન્દ્રબિંદુ ડેમથી 53 કિમી દૂર નોંધવામાં આવ્યું છે. નોંધનીય છે કે સરદાર સરોવર ડેમ 8.5 સુધીની તીવ્રતાનો ભૂકંપ ખમી શકવાની ક્ષમતા ધરાવે છે. તો પણ સરદાર સરોવર ડેમ પાસે અનુભવાયેલા ભૂકંપનાં આંચકાને કારણે સામાન્ય માણસમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. ભૂકંપનો આંચકો રાતે અનુભવાયો જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ હાની થઇ ન હતી. આપને જણાવી દઇએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ભૂકંપની 6.5થી વધુની તીવ્રતાનો, તેમજ 180 કિમી ઝડપે ફૂંકાતા વાવાઝોડાને પણ ખમી શકવાની ક્ષમતા ઘરાવે છે.

મહત્વનું છે કે ગત ઓગસ્ટમાં પણ નર્મદા ડેમ સાઇડ પર સાંજે ભૂકંપ નોંધાયો હતો. જો કે આ ભૂકંપ સામાન્ય હવાથી,  કોઇ નુકસાન થયું નથી. 3.5 તીવ્રતાનો ભૂંકપ જમીનમાં 9.8 કિલોમીટરની ઊંડાઇએ આવ્યો હવાનું સિસ્મોગ્રાફિક્લ વિભાગ દ્વારા જાણાવવમાં આવ્યું છે. જો કે ભૂકંપથી જમીનની ઉપરની સતહ પર સામાન્ય હલનચલન અનુભવાયુ હતું

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.