Not Set/ ભારતમાં મળતી આ એક કેરી માટે 1000 રૂપિયા ચૂકવવા તૈયાર છે લોકો, જાણો શું ખાસિયત છે આ કેરીની

નૂરજહાં કેરીનું એડવાન્સ બુકિંગ કરાવનારા મધ્યપ્રદેશના પાડોશી રાજ્ય ગુજરાતના સ્વાદરસિયાઓ પણ સામેલ છે. બાગાયતી નિષ્ણાતો કહે છે, આ વખતે મધ્યપ્રદેશમાં નૂરજહાં આંબાની એક કેરીનું વજન બેથી સાડાત્રણ કિલો સુધીનું છે.

Gujarat Others Trending
indira hardyesh 3 ભારતમાં મળતી આ એક કેરી માટે 1000 રૂપિયા ચૂકવવા તૈયાર છે લોકો, જાણો શું ખાસિયત છે આ કેરીની

દાહોદ જિલ્લાના ગરબાડા નજીક મધ્યપ્રદેશના અલિરાજપુરના કઢીવાડા વિસ્તારમાં પ્રખ્યાત ‘નૂરજહાં’ કેરીની ખેતી કરવામાં આવે છે. ચાલુ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં કેરીનો સારો પાક થયો છે અને કેરીનું કદ પણ ગયા વર્ષની સરખામણીમાં વધારે છે. ચાલુ વર્ષે નૂરજહા કેરીના એક નંગનો ભાવ ૧૦૦૦ થી ૧૨૦૦ રુપીયા રાખવામા આવ્યો છે, જેના કારણે આ નૂરજહા કેરી વિશ્વ ની સૌથી મોઘી કેરીમાં સ્થાન ધરાવે છે.

Have you ever eaten a very special 'Noorjahan' mango? Rs. 1000 price per  piece! | NewsTrack English 1

નૂરજહાંના આંબા તેના વજનદાર ફળ માટે દુનિયાભરમાં જાણીતા છે. નૂરજહા કેરીના સ્વાદના રસિયાઓ ગયા વર્ષે તો નિરાશ થવું પડ્યું હતું, પરંતુ આ વર્ષે સારો પાક થયો છે. આવી એક વજનદાર પાકી કેરી દુનિયાભરમાં ખૂબ ઉંચા ભાવે વેચાય છે. એટલું જ નહીં, તેનું લોકો એડવાન્સ બુકિંગ પણ કરાવી લે છે.

ગયા વર્ષે તો માવઠાને કારણે આ કેરીનું ઉત્પાદન ખૂબ ઘટી ગયું હતુ પરંતુ આ વર્ષે નૂરજહા કેરીનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું છે. અત્યંત વજનદાર આ કેરી પાકતા પહેલા જ ખૂબ ઊંચા ભાવે બુક થઈ જાય છે.  મૂળ અફઘાનિસ્તાનની મનાતી કેરીની આ જાતના ગણ્યાગાંઠયા આંબા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠવાડા ક્ષેત્રમાં જોવા મળે છે. આ વિસ્તાર ગુજરાત નજીક આવેલો છે.

MP: 'Noorjahan' mangoes fetching rate up to Rs 1,000 apiece- The New Indian  Express

ઇન્દોરથી ૨૫૦ કિલોમીટર દૂર આવેલા કટ્ટીવાડાના કેરી ઉત્પાદક શિવરાજ સિંહ  જાધવે રવિવારે જણાવ્યું હતું કે મારા બગીચામાં નૂરજહા કેરીના ત્રણ વૃક્ષો છે અને તેના પર કુલ ૨૫૦ ફળો લાગ્યા છે. આ તમામ કેરીઓનું બુકિંગ અગાઉથી જ થઇ ગયું છે. લોકો આ પ્રજાતિની એક કેરી માટે ૫૦૦ રૃપિયાથી લઇને ૧૦૦૦ રૃપિયા ચૂકવવા માટે તૈયાર છે.

નૂરજહાં કેરીનું એડવાન્સ બુકિંગ કરાવનારા મધ્યપ્રદેશના પાડોશી રાજ્ય ગુજરાતના સ્વાદરસિયાઓ પણ સામેલ છે. બાગાયતી નિષ્ણાતો કહે છે, આ વખતે મધ્યપ્રદેશમાં નૂરજહાં આંબાની એક કેરીનું વજન બેથી સાડાત્રણ કિલો સુધીનું છે.

একেকটি আমের ওজন ২-৩.৫০ কেজি! যা টেক্কা দিতে পারে মালদা এবং মুর্শিদাবাদের  আমকেও | Darkari Tips

1 ફુટ સુધી લાંબી હોઈ શકે છે નૂરજહાં કેરી : 

જાણકારી અનુસાર નૂરજહાં કેરી જૂનની શરૂઆતમાં આવે છે. જ્યારે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ફૂલ આવવા લાગે છે. સ્થાનીક ખેડૂતોનો દાવો છે કે એક નૂરજહાં કેરી એક ફુટ સુધી લાંબી હોઈ શકે છે અને તેનો ગોઠલાનું વજન 150થી 200 ગ્રાન સુધી હોઈ શકે છે. કહેવાય છે કે, આ વખતે નૂરજહાંની એક કેરીનું વજન 2 કિલોથી 3.5 કિલોની આસપાસ હોઈ શકે છે.

खास है आम की यह किस्म, सिर्फ नूरजहां के एक फल कीमत है 1000 रुपये, जानें और  भी खासियत | Noorjahan mango variety only one-fruit-sold-out-rs-1000 in  india nodark

કારોબાર પર પડી મહામારીની અસર : 

કેરીની ખેતી કરનાર નિષ્ણાંત ઇશાક મંસૂરીનું કહેવું છે કે, આ વખતે સારો પાક આવ્યો છે, પરંતુ કોરોના મહામારીએ કારોબારને પ્રભાવિત કર્યો છે. તેમણે કહ્યું કે, વર્ષ 2020માં પ્રતિકૂળ હવામાનને કારણે નૂરજહાંનો પાક મળ્યો ન હતો. જ્યારે વર્ષ 2019માં આ જાતની એક કેરીનું વજન લગભઘ 2.75 કિલોગ્રામ હતું અને ખરીદદારોએ તેના માટે 1200 રૂપિયા સુધી ચૂકવ્યા હતા.