Not Set/ શ્રદ્ધાની સાથે પૂજા કરનારા દ્વારા જ માતાજીની દુર્દશા

સુરત, ધરની દશા દુર કરનાર દશા માતાની 10 દિવસ સુધી આરાધના કર્યા બાદ ગઈકાલે રાત્રીએ દશામાની પ્રતિમાનું વિર્સજન કરવામાં આવ્યું હતુ. તાપી નદીમાં પાણી ન હોવાને કારણે એકપણ મુર્તિનું તાપી નદીમાં વિરસ્જન થયું નથી જેથી હાલ દશા માની હાલત અત્યંત દયનીય હોત તેવું નજરે ચડયું હતુ. 11 ઓગસ્ટ એટલે કે અષાઢ સુદ અમાસથી શ્રાવણ સુદ […]

Top Stories Gujarat Trending
sef 1 શ્રદ્ધાની સાથે પૂજા કરનારા દ્વારા જ માતાજીની દુર્દશા

સુરત,

ધરની દશા દુર કરનાર દશા માતાની 10 દિવસ સુધી આરાધના કર્યા બાદ ગઈકાલે રાત્રીએ દશામાની પ્રતિમાનું વિર્સજન કરવામાં આવ્યું હતુ. તાપી નદીમાં પાણી ન હોવાને કારણે એકપણ મુર્તિનું તાપી નદીમાં વિરસ્જન થયું નથી જેથી હાલ દશા માની હાલત અત્યંત દયનીય હોત તેવું નજરે ચડયું હતુ.

11 ઓગસ્ટ એટલે કે અષાઢ સુદ અમાસથી શ્રાવણ સુદ દસમ સુધી માતા દશાની આરાધના કરવાનું પર્વ શરૂ થયું હતુ. ત્યારો લોકો પોતાના ઘરે દશા માતાની મુર્તિની સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસ સુધી માતાની પૂજા- અર્ચના કરવામાં આવે છે.

sef 4 શ્રદ્ધાની સાથે પૂજા કરનારા દ્વારા જ માતાજીની દુર્દશા

વ્રતકારો ખુબ લાગનીથી  માતા દશામાંની પૂજા- અર્ચના કરે છે અને પોતાના ધરની દુર્દશા દુર થાય તે માટે દશામાંને રીઝવવાના પણ ઘણા એવા પ્રયત્નો કરે છે અને દસ દિવસ બાદ એટલે કે શ્રાવણ સુદ દશમના દિવસે તાપી નદીમાં માતાજીને વિસર્જિત કરવામાં આવ્યા હતા.

sef 3 શ્રદ્ધાની સાથે પૂજા કરનારા દ્વારા જ માતાજીની દુર્દશા

પરંતુ અહીં વાત એ છે કે દસ દુવસ પૂજા કર્યા બાદ માતાનીને તાપી નદીમાં માતાજીને વિસર્જન તો કરવામાં આવે છે પરંતુ આજ એ જ માતાની દશા દુર્દશામાં ફેરવાય ગઈ હોય તેવા દ્રશ્યો તાપી નદી કિનારે જોવા મળ્યા હતા.

sef 2 શ્રદ્ધાની સાથે પૂજા કરનારા દ્વારા જ માતાજીની દુર્દશા

તાપી નદીમાં પુરતુ પાણી ન હોવાને કારણે માતાની મુર્તિઓ એમની એમ જ બહાર પડેલી હતી, માતાજી ચડાવેલા પૂજાપા સહતની સામગ્રી પણ રઝળતી જોવા મળી હતી. આ બધુ જ જોઈએ ત્યાં આવતા હરિભકતોની લાગણી દુભાઈ હતી.

તેમના કહેવા પ્રમાણે લોકોએ બને ત્યાં સુધી નાની મુર્તિ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, અથના માત્ર ફોટા પર પૂજા- અરચના કરવી જોઈએ જેથી કરીને દસ દિવસ પૂજા કર્યા બાદ ફરીને તેને મંદિરમાં આપણે રાખી શકીએ, બીજી બાજુ વાત કરીએ તો સરકાર દ્વારા વિસર્જન સમયે નદીમાં પાણી છોડવાનુ આદેશ આપવા જોઈએ જેથી કરીને મૂર્તિની આવી રઝળતી હાલત ન થાય.