Not Set/ મોહમ્મદ કૈફે કરી ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા, લખ્યો ભાવુક મેસેજ

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટના ટીમના બીજા જોન્ટી રોઝ કહેવાતા ક્રિકેટર મોહમ્મદ કૈફે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. ૩૭ વર્ષીય મોહમ્મદ કૈફે આજથી લગભગ ૧૨ વર્ષ પહેલા અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જો કે મોહમ્મદ કૈફે ક્રિકેટમાંથી રિટાયર્ડ પણ ત્યારે જાહેર કર્યું છે ત્યારે આજથી ૧૬ વર્ષ પહેલા ભારતીય ટીમે ૧૩ જુલાઈ, ૨૦૦૨માં […]

Trending Sports
mohammad kaif1 મોહમ્મદ કૈફે કરી ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા, લખ્યો ભાવુક મેસેજ

નવી દિલ્હી,

ભારતીય ક્રિકેટના ટીમના બીજા જોન્ટી રોઝ કહેવાતા ક્રિકેટર મોહમ્મદ કૈફે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. ૩૭ વર્ષીય મોહમ્મદ કૈફે આજથી લગભગ ૧૨ વર્ષ પહેલા અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

જો કે મોહમ્મદ કૈફે ક્રિકેટમાંથી રિટાયર્ડ પણ ત્યારે જાહેર કર્યું છે ત્યારે આજથી ૧૬ વર્ષ પહેલા ભારતીય ટીમે ૧૩ જુલાઈ, ૨૦૦૨માં રમાયેલી નેટવેસ્ટ સીરીઝની ફાઈનલ મેચમાં યાદગાર જીત હાંસલ કરી હતી. ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સના ગ્રાઉન્ડ પર રમાયેલી મેચની જીતમાં કૈફે ૮૭ રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

kaif yuvi મોહમ્મદ કૈફે કરી ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા, લખ્યો ભાવુક મેસેજ

૩૭ વર્ષીય મોહમ્મદ કૈફે ભારત તરફથી ૧૩ ટેસ્ટ અને ૧૨૫ વન-ડે મેચ રમી છે. કૈફે ૧૩ ટેસ્ટમાં ૧ સદી સાથે ૬૨૪ રન જયારે ૧૨૫ વન-ડેમાં ૨ સદી સાથે ૨૭૫૩ રન બનાવ્યા છે.

ભારતીય ટીમના સ્ટાર ફિલ્ડરોમાંના એક કૈફે પોતાના સંન્યાસ અંગેની માહિતી ઈ-મેલ દ્વારા આપી હતી. પોતાના મેલમાં ભાવુક થતા તેઓએ લખ્યું, “હું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી રિટાયર્ડ થઈ રહ્યો છું, એ ઐતિહાસિક નેટવેસ્ટ સીરીઝને ૧૬ વર્ષ વીતી ગયા છે, જેનો હું એક ભાગ હતો. ભારત માટે રમવું મારા માટે એક ખુશીની વાત છે”.

મહત્વનું છે કે, ૨૦૦૩માં સાઉથ આફ્રિકામાં રમાયેલા વર્લ્ડકપમાં ભારત ફાઈનલ સુધી પહોચ્યું હતું અને મોહમ્મદ કૈફ આ ટીમના એક સભ્ય હતા. આ ઉપરાંત મોહમ્મદ કૈફ ત્યારે પ્રકાશમાં આવ્યા હતા ત્યારે તેઓની આગેવાની હેઠળ અન્ડર-૧૯નો વર્લ્ડકપ જીત્યો હતો.