Not Set/ સરકાર દ્વારા પેટ્રોલ પર અપાયેલી રાહત અંગે કેજરીવાલે હુમલો કરતાં કહ્યું, “આ તો છેતરપિંડી છે”

નવી દિલ્હી, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થઇ રહેલ સતત ભડકા બાદ કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે રાહત આપતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારે હવે આ ભાવ ઘટાડા અંગે રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કેન્દ્રની મોદી સરકાર પર હુમલો બોલ્યો છે. અરવિંદ કેજરીવાલે સરકાર દ્વારા પેટ્રોલ પર લગાડવામાં આવતી એકસાઈઝ ડ્યુટીમાં ઘટાડાને છેતરપિંડી ગણાવી છે. मोदी […]

Top Stories India Trending
kejriwal playlist featured સરકાર દ્વારા પેટ્રોલ પર અપાયેલી રાહત અંગે કેજરીવાલે હુમલો કરતાં કહ્યું, "આ તો છેતરપિંડી છે"

નવી દિલ્હી,

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થઇ રહેલ સતત ભડકા બાદ કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે રાહત આપતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારે હવે આ ભાવ ઘટાડા અંગે રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કેન્દ્રની મોદી સરકાર પર હુમલો બોલ્યો છે.

અરવિંદ કેજરીવાલે સરકાર દ્વારા પેટ્રોલ પર લગાડવામાં આવતી એકસાઈઝ ડ્યુટીમાં ઘટાડાને છેતરપિંડી ગણાવી છે.

સરકારને સલાહ તેઓએ આપતા કહ્યું હતું કે, “પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઓછામાં ઓછા ૧૦ રૂપિયાનો ઘટાડો થવાની જરૂરત હતી”.

દિલ્હીના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું, “મોદી સરકાર દ્વારા ઓઈલ પર લગાડવામાં આવતી એકસાઈઝ ડ્યુટીને ૧૦ રૂપિયા સુધી વધારવામાં આવી છે અને હવે માત્ર ૨.૫૦ રૂપિયા જ ઓછી કરી છે. કેન્દ્ર સરકારને એકસાઈઝ ડ્યુટીમાં ઓછામાં ઓછા ૧૦ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની જરૂરત હતી”.

કેંદ્ર સરકાર દ્વારા ગુરુવારે ઘટાડવામાં આવ્યા હતા ભાવ

મહત્વનું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા હવે થોડી ઘણી રાહત આપતા પેટ્રોલમાં ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

ગુરુવારે નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, “આજે મળેલી બેઠકમાં અમે નક્કી કર્યું હતું કે, ગ્રાહકોને રાહત આપવા માટે રેવેન્યુ ડીપાર્ટમેન્ટ ૩ ભાગમાં વહેચવામાં આવશે. આ પ્રમાણે એક્સાઈઝ ડ્યુટી ૧.૫૦ રૂપિયા ઘટાડવામાં આવ્યા છે તેમજ ઓઈલ માર્કેટિંગ કંપની (OMC)ઓ દ્વારા ૧ રૂપિયો ઘટાડવામાં આવશે.

નાણામંત્રીએ જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા એકસાઈઝ ડ્યુટીમાં કરાયેલા ઘટાડાને કારણે આ વર્ષે રેવેન્યુમાં ૧૦,૫૦૦ રૂપિયાનો પ્રભાવ પડશે”.