Not Set/ NSA અજીત દોવલને અપાયો કેબીનેટમંત્રીનો દરજ્જો, પાંચ વર્ષ માટે NSA તરીકે ફરી વર્ણી

ભારતનાં નેશનલ સિક્યુરીટી એડવાઇઝસ – NSA, અજીત દોવલની કામગીરીની સરકાર દ્રારા સરાહના કરવામા આવી છે. કેન્દ્ર સરકાર દ્રારા  NSA અજીત દોવલે આપેલી સેવાઓ બદલ બહુમાન સાથે કેબીનેટમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ સાથે દોવલને ફરી પાંચ વર્ષમાં માટે નેશનલ સિક્યુરીટીના પોલીસ મેઇકર તરીકે ફરી વર્ણી આપવામાં આવતા દોવલ આવતા પાંચ વર્ષ માટે ફરી NSA તરીકે […]

Top Stories India
Ajit Dobhal2 NSA અજીત દોવલને અપાયો કેબીનેટમંત્રીનો દરજ્જો, પાંચ વર્ષ માટે NSA તરીકે ફરી વર્ણી

ભારતનાં નેશનલ સિક્યુરીટી એડવાઇઝસ – NSA, અજીત દોવલની કામગીરીની સરકાર દ્રારા સરાહના કરવામા આવી છે. કેન્દ્ર સરકાર દ્રારા  NSA અજીત દોવલે આપેલી સેવાઓ બદલ બહુમાન સાથે કેબીનેટમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ સાથે દોવલને ફરી પાંચ વર્ષમાં માટે નેશનલ સિક્યુરીટીના પોલીસ મેઇકર તરીકે ફરી વર્ણી આપવામાં આવતા દોવલ આવતા પાંચ વર્ષ માટે ફરી NSA તરીકે પોતાની સેવામાં કાર્યરત રહેશે

ajit dobhal NSA અજીત દોવલને અપાયો કેબીનેટમંત્રીનો દરજ્જો, પાંચ વર્ષ માટે NSA તરીકે ફરી વર્ણી

ભાજપ અને સાથી પક્ષોની લોકસભા 2019માં મોટી જીત થતા ફરી સત્તાનાં સુકાન PM નરેન્દ્ર મોદીએ સંભાળ્યા છે. ત્યારે 2014માં સત્તા પર આવતાની સાથે PM મોદી દ્રારા અજીત દોવલની NSA તરીકે 5 વર્ષ માટે વર્ણ કરવામાં આવી હતી, તે આવનાર બીજા પાંચ વર્ષ માટે તેેમનો કાર્યભાર એક્સ્ટેન્ટ કરવામાં આવ્યો છે.  અને પાંચ વર્ષ માટે મુદ્દત વધારવાની સાથે સાથે મોદી સરકારે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત દોવલને કેબિનેટ રેન્ક આનેયત કર્યું છે. આપને જણાવી દઇએ કે અત્યાર સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવતો હતો. ત્યારે આ વખતે મોદી સરકારે રાષ્ટ્રીય સલામતીમાં અજીત દોવલના યોગદાનને ધ્યાનમાં રાખીને દોવલની સરાહના કરતા કેબીનેટમંત્રીનો દરજ્જો આપ્યો છે.

જાણો ભરાતનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ વિશે….

ajit dobhal1 NSA અજીત દોવલને અપાયો કેબીનેટમંત્રીનો દરજ્જો, પાંચ વર્ષ માટે NSA તરીકે ફરી વર્ણી

  • આજીત દોવલનો જન્મ ગઢવાલ જીલ્લાનાં પૈંડીમાં 1945માં થયો હતો.
  • અજીત દોવલે અજમેર મિલિટરી સ્કૂલમાંથી પોતાનો પ્રાથમીક અભ્યાસ કર્યો છે.
  • 1968 કેરળ બેચનાં IPS અજીત દોવલ તેમની નિમણૂંકનાં 4 વર્ષ પછી ઇન્ડીયન ઇન્ટેલિજન્સ બ્યુરોમાં જોડાયા હતા
  • અજિત દોભાલ IPS છે
  • દેભાલ 31 મે, 2014થી દેશનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે અને ફરી પાંચ વર્ષ માટે રિપીટ કરવામાં આવ્યા છે.
  • દોવલ ભારતનાં પાંચમા સુરક્ષા સલાહકાર છે.
  • તેમણે પાકિસ્તાનમાં ગુપ્તચર જાસૂસ તરીકે સાત વર્ષ કામ કર્યું છે
  • દોવલ ભારતના એકમાત્ર પોલીસ અધિકારી છે જેમને કિર્તી ચક્ર અને શાંતિકાળમાં અપાતા વીરતા પુરસ્કારથી બહુમાનીત કરવામાં આવ્યા હોય.