Not Set/ વિજય માલ્યાની 6 મોંઘીદાટ કાર વેચવાનો યુકે કોર્ટે આપ્યો આદેશ

લંડન હાઈ કોર્ટે વિજય માલ્યાની 6 મોંઘીદાટ ગાડીઓ વેચવા માટેની પરવાનગી આપી છે. કોર્ટે ઓર્ડર ઇસ્યુ કર્યો છે કે કોર્ટના એન્ફોર્સમેન્ટ ઓફિસર્સને વિજય માલ્યાની લકઝરી ગાડીઓ વેચવા માટેની છૂટ આપવામાં આવે છે. ભારતની બેંકોના પૈસા લૂટીને ભાગી ગયેલા વિજય માલ્યા પર કરોડોનું દેવું છે. 62 વર્ષનાં લીકર બીઝનેસનાં કિંગ ગણાતા વિજય માલ્યાનું દેવું ભરપાઈ કરવા […]

Top Stories India
mallya વિજય માલ્યાની 6 મોંઘીદાટ કાર વેચવાનો યુકે કોર્ટે આપ્યો આદેશ

લંડન હાઈ કોર્ટે વિજય માલ્યાની 6 મોંઘીદાટ ગાડીઓ વેચવા માટેની પરવાનગી આપી છે. કોર્ટે ઓર્ડર ઇસ્યુ કર્યો છે કે કોર્ટના એન્ફોર્સમેન્ટ ઓફિસર્સને વિજય માલ્યાની લકઝરી ગાડીઓ વેચવા માટેની છૂટ આપવામાં આવે છે.

ભારતની બેંકોના પૈસા લૂટીને ભાગી ગયેલા વિજય માલ્યા પર કરોડોનું દેવું છે. 62 વર્ષનાં લીકર બીઝનેસનાં કિંગ ગણાતા વિજય માલ્યાનું દેવું ભરપાઈ કરવા માટે તેની પ્રોપટી વેચવામાં આવી રહી છે. એ અંતર્ગત એમની 6 મોંઘીદાટ ગાડીઓ હવે વેચાવાની છે.

vijay car વિજય માલ્યાની 6 મોંઘીદાટ કાર વેચવાનો યુકે કોર્ટે આપ્યો આદેશ
UK court allows the sale of Vijay Mallya’s 6 luxury cars

વિજય માલ્યાની જે 6 લકઝરી કાર વેચાવાની છે એમાંની 4 કારની નંબર પ્લેટ પર્સનાલાઈઝડ છે. આ નંબર પ્લેટ ‘VJM’ નામની છે. જેનો મતલબ છે વિજય માલ્યા. વિજય માલ્યા પાસે Porsche Cayenne કાર છે જેનું રજીસ્ટ્રેશન ‘OO07 VJM’ પર છે. 2006 Ferrari F430 જેનું રજીસ્ટ્રેશન ‘BO55 VJM’ પર થયેલું છે જેનો ચોખ્ખો મતલબ છે કે બોસ વિજય માલ્યા. જયારે એમની 2014 Range Roverની નંબર પ્લેટ ‘F1 VJM’ છે જે એમની જૂની ફોર્સ ઇન્ડિયા ફોર્મ્યુલા 1 ટીમની માલિકીને દર્શાવે છે. 2012 Maybach 62 ની પ્લેટ પર સિમ્પલ VJM1 લખ્યું હતું.

કોર્ટે આપેલા આદેશ મુજબ ઉપરની ચાર કાર સહિત બીજી 2016 Mini Countryman અને Ferrari F512M ઓછામાં ઓછા 3.9 કરોડ રૂપિયામાં વેચાવી જોઈએ.