Not Set/ જનરલ સ્ટોર ચલાવનારની દીકરી બની ઉત્તરાખંડની એક દિવસની CM, કૃષિક્ષેત્ર માટે આપ્યા સૂચનો

બોલિવૂડમાં ફિલ્મ ‘નાયક’માં અનિલ કપૂર એક દિવસ માટે મુખ્યમંત્રી બને છે અને કેટલાક ચમત્કારો કરીને બતાવે છે, તેની જેમ રાષ્ટ્રીય દીકરી દિવસ પર હરિદ્વારની સૃષ્ટિ ગોસ્વામી રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે

Top Stories
1

બોલિવૂડમાં ફિલ્મ ‘નાયક’માં અનિલ કપૂર એક દિવસ માટે મુખ્યમંત્રી બને છે અને કેટલાક ચમત્કારો કરીને બતાવે છે, તેની જેમ રાષ્ટ્રીય દીકરી દિવસ પર હરિદ્વારની સૃષ્ટિ ગોસ્વામી  ઉત્તરાખંડની એક દિવસની મુખ્યપ્રધાન બની હતી. તેના પિતા પ્રવીણ ગામમાં જ એક જનરલ સ્ટોર ચલાવે છે અને તેની માતા સુધા આંગણવાડીની કાર્યકર્તા છે. એસેમ્બલીમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે વિધાનસભામાં વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજી હતી. સૃષ્ટીની સામે દરેક વિભાગીય અધિકારીઓ વિભાગના કાર્યોનું પ્રઝન્ટેશન આપ્યો હતો. પ્રેઝન્ટેશન જોયા બાદ સૃષ્ટી પોતાના સુચનો આપ્યા હતા.સૃષ્ટિ ગોસ્વામીએ જણાવ્યું હતું કે મને ખુશી છે કે બાલિકા દિવસ પર મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી નો તેને આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ 65 ટકા કરતાં વધારે વસ્તી કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે ત્યારે તેને રાજ્યમાં ચાલી રહેલી યોજનાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા તેમજ સૂચનો આપ્યા હતા.

20-year-old Srishti Goswami is Uttarakhand's CM for one day | NewsBytes

Gujarat Congress / છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહુ ગુજરાત કોંગ્રેસના બન્યાચૂંટણી નિરીક્ષક, હાઈકમાન્ડના આદેશથી સ્થાનિકોમાં પ્રશ્નાર્થ

મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું કે દીકરીઓને ઓછી આંકશો નહીં, તેઓ રેકોર્ડ તોડી રહી છે. તેમાં કુટુંબ અથવા સમાજની સમાન ભાગીદારી હોવી જોઈએ. ગર્લ્સ ડે નિમિત્તે તેમણે કહ્યું હતું કે છોકરીઓ કે મહિલાઓ, તેઓએ તેમના પગ પર ઉભા રહેવું જોઈએ. દીકરીઓને કોઈ ઓછી ન માનો, તેમને બધા ટેકો આપો. દીકરીઓ પણ સેનામાં જઇ રહી છે. તેમણે કહ્યું કે, આપણી દીકરીઓ વિશે એક પ્રકારની ધારણા રચાઇ છે, તે ધારણાને તોડવાનું કામ કરો. કુટુંબ અથવા સમાજમાં સમાન ભાગીદારી હોવી જોઈએ.હરિદ્વાર જિલ્લાના બહાદરાબાદ વિકાસ બ્લોકના દૌલતપુર ગામની દીકરી સૃષ્ટિ ગોસ્વામી પણ બાલ વિધાનસભામાં વર્ષ 2018 માં બાળ ધારાસભ્ય તરીકે પસંદગી પામી હતી. વર્ષ 2019 માં, સૃષ્ટિએ ગર્લ્સ ઇન્ટરનેશનલ લીડરશીપ માટે થાઇલેન્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. સૃષ્ટિ છેલ્લા બે વર્ષથી ‘સ્ટાર્ટ’ નામની યોજના ચલાવી રહી છે. જેમાં, વિસ્તારના ગરીબ બાળકોને અભ્યાસ અને મફત પુસ્તકો આપી પ્રોત્સાહિત કરે છે.

Girl Child Day 2021: Srishti Goswami Became One Day Chief Minister Of Uttarakhand Today - National Girl Child Day: सृष्टि गोस्वामी बनीं उत्तराखंड की एक दिन की मुख्यमंत्री! - Amar Ujala Hindi News Live

winner / મિસિસ ઇન્ડિયા કોન્ટેસ્ટનું પરિણામ જાહેર, આ રાજ્યની 31 વર્ષની દીકરીએ જીત્યો ખિતાબ

સૃષ્ટિ રૂરડીની બીએસએમ પીજી કોલેજની બીએસસી એગ્રિકલ્ચરની વિદ્યાર્થી છે. પિતા પ્રવીણ પુરી દોલતપુર ગામમાં એક નાની કરિયાણાની દુકાન ચલાવે છે. માતા સુધા ગોસ્વામી આંગણવાડી કાર્યકર છે. નાનો ભાઈ શ્રેષ્ઠ પુરી 11 માં ધોરણનો વિદ્યાર્થી છે. તેના પિતા પ્રવીણ પુરીએ જણાવ્યું હતું કે, આખા ગામને સૃષ્ટિ પર ગર્વ છે.સૃષ્ટિની માતા સુધા ગોસ્વામીને તેની પુત્રી પર ગર્વ છે. સુધા કહે છે કે દીકરીઓ કોઈપણ ક્ષેત્રમાં પુત્રોથી પાછળ નથી. પુત્રીઓના વિકાસ માટે માતાપિતાનો ટેકો અને પ્રેરણા જરૂરી છે. દરેક પુત્રીના માતા-પિતાને સૃષ્ટિ એ પ્રાપ્ત કરેલી સિદ્ધિનો ગર્વ થશે.

kumbhmela / હરિદ્વારમાં કુંભમેળામાં જવા માટે યાત્રાળુઓને RTPCR ટેસ્ટ ફરજીયાત, 72 કલાક પહેલા રિપોર્ટ જરૂરી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…