Not Set/ અમદાવાદ ફેરવાયું પોલીસ છાવણીમાં, 23 હજાર પોલીસકર્મીઓ બંદોબસ્તમાં જોડાયા

અમદાવાદ શહેર ખાતે રથયાત્રાને લઈને શહેર પોલીસનું રિહર્સલ યોજાયું હતું. જેમાં પોલીસ કમિશનર સહિતના અધિકારીઓનો કાફલો જોડાયો હતો. જગન્નાથ મંદિરથી સરસપુર મંદિર અને પરત મંદિર રૂટ પર રિહર્સલ યોજાયું હતું.

Top Stories Ahmedabad Gujarat
jetpur 4 અમદાવાદ ફેરવાયું પોલીસ છાવણીમાં, 23 હજાર પોલીસકર્મીઓ બંદોબસ્તમાં જોડાયા

રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે કોરોના કેસ માં કાબુ અવત ભગવાન જગન્નાથની રથ યાત્રાને મંજુરી આપવામાં આવી છે. જેને પગલે પોલીસ વિભાગ દ્વારા પણ રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આજ રોજ અમદાવાદ શહેર ખાતે રથયાત્રાને લઈને શહેર પોલીસનું રિહર્સલ યોજાયું હતું. જેમાં પોલીસ કમિશનર સહિતના અધિકારીઓનો કાફલો જોડાયો હતો. જગન્નાથ મંદિરથી સરસપુર મંદિર અને પરત મંદિર રૂટ પર રિહર્સલ યોજાયું હતું. રથયાત્રાને લઈને શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. 23 હજાર પોલીસકર્મીઓ રથયાત્રા બંદોબસ્તમાં જોડાયા છે. સરસપુર મંદિરે પોલીસ કમિશનરે સમીક્ષા કરી છે.

DCP  અને ઉપર -42
ACP-74
Pi-230
Psi-607
HC/PC-11800
Srp company-34
CAPF-9
Chetak commando hit-1
Home guard-5900
BDDS TEAM-13
QRT team-15 રથયાત્રાના રૂટ પર હાજર રહેશે

અત્રે ઉલ્લેખનીય છે કે અષાઢી બીજ એટલે કે તારીખ 12 જુલાઈએ ભગવાન જગન્નાથ વહેલી સવારે પોતાના રથમાં સવાર થઇ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા એ નીકળશે.

આ રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર કર્ફ્યું નાખી દેવામાં આવશે.જેથી સામાન્યજન રથયાત્રામાં જોડાઈ શકશે નહિ. તો આ વર્ષે રથયાત્રા દરમિયાન પ્રસાદ વિતરણ ઉપર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કરફયૂના કારણે રથયાત્રાના રૂટ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિકરીઓને ખાસ જવાબદારી સોપાવામાં આવી છે. સમગ્ર રૂટ ઉપર પોલીસ બંદોબસ્તનું રિહર્સલ કર્યું  છે. અને પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ કાઢી રૂટ ચકાસણી કરી હતી. પોલીસ કમિશ્નરના આદેશ મુજબ રથયાત્રામાં પોલીસ દ્વારા નિયમોનુ કડક પાલન કરાવવામાં આવશે.