Not Set/ સુરત/ વરાછા – કતારગામનાં હીરાનાં કારખાના આગામી 7 દિવસ રહેશે બંઘ

સુરત અને ખાસ કરીને સુરતની હીરા બજાર માટે મહત્વનાં સમાચાર સામે આવી રહ્યો છે. જી હા, સુરતનાં કતારગામમાં ડાયમંડ એકમો આગામી 7 દિવસ માટે બંધ રહેશે. તો સાથે સાથે વરાછામાં પણ ડાયમંડ એકમો પણ 7 દિવસ માટે સંપૂર્ણ બંધ રહેશે. આ જાહેરાત સુરતનાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા કરવામાં આવી છે.   મંતવ્ય ન્યૂઝની મુહિમ રંગ લાવી છે અને ચાર દિવસ પહેલાં […]

Gujarat Surat
40c80fdda7b8b0fd842541c369370447 સુરત/ વરાછા - કતારગામનાં હીરાનાં કારખાના આગામી 7 દિવસ રહેશે બંઘ

સુરત અને ખાસ કરીને સુરતની હીરા બજાર માટે મહત્વનાં સમાચાર સામે આવી રહ્યો છે. જી હા, સુરતનાં કતારગામમાં ડાયમંડ એકમો આગામી 7 દિવસ માટે બંધ રહેશે. તો સાથે સાથે વરાછામાં પણ ડાયમંડ એકમો પણ 7 દિવસ માટે સંપૂર્ણ બંધ રહેશે. આ જાહેરાત સુરતનાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા કરવામાં આવી છે.  

મંતવ્ય ન્યૂઝની મુહિમ રંગ લાવી છે અને ચાર દિવસ પહેલાં મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલનાં પડધા અહી સંભળાઇ રહ્યા છે. આપને જણાવી દઇએ કે, સુરતમાં પાછલા દિવસોથી કોરોના સંક્રમણ બેહદ બન્યું છે અને લોકો અને વેપારીઓ છુટછાટ અને કોરોના માર્ગદર્શીકાના લીરેલીરા ઉડાળી રહ્યા છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધતા કોણ રોકી શકે. આજ સબબ મંતવ્ય ન્યૂઝ દ્વારા ડાયમંડ એકમો બહારની ભીડ સાથે વાસ્તવિક સ્થિતિ બતાવવામાં આવી હતી. 

કોરોના કેસો વધવાનાં કારણો પણ મંતવ્ય ન્યૂઝે દર્શાવ્યા હતા. અહેવાલનાં પડધાને પગલે અને સુરતમાં સતત વધતાં કોરોનાનાં કેસનાં કારણે આખરે સુરત મ્યુનિ.કમિશનર દ્વારા આ મહત્વનું પગલુ લેવાયુ છે. માટે જ કતારગામ ઝોન અને વરાછાનાં મીની બજારનાં ડાયમંડ એકમ 7 દિવસ બંધ રહેશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews