Not Set/ વિશાખાપટ્ટનમની ફાર્માસ્યુટિકલ કંપનીમાં ગેસ લીકેજ થતા 2 લોકોનાં મોત, 4 લોકો હોસ્પિટલમાં દાખલ

ગેસ લીકની ઘટના ફરી એકવાર આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમથી સામે આવી છે. સોમવારે મોડી રાત્રે એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં ગેસ લિકેજ થતાં બે લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસે કહ્યું, “મૃત્યુ પામેલા લોકો લીકેજ સ્થળ પર હાજર હતા. પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, વરિષ્ઠ પોલીસ અધિકારી […]

India
7f0a2a3263022382248f22dcf9dc722d 1 વિશાખાપટ્ટનમની ફાર્માસ્યુટિકલ કંપનીમાં ગેસ લીકેજ થતા 2 લોકોનાં મોત, 4 લોકો હોસ્પિટલમાં દાખલ

ગેસ લીકની ઘટના ફરી એકવાર આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમથી સામે આવી છે. સોમવારે મોડી રાત્રે એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં ગેસ લિકેજ થતાં બે લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ મામલે પોલીસે કહ્યું, “મૃત્યુ પામેલા લોકો લીકેજ સ્થળ પર હાજર હતા. પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, વરિષ્ઠ પોલીસ અધિકારી ઉદય કુમારે કહ્યું,” હવે સ્થિતિ નિયંત્રણમાં છે. મૃત્યુ પામેલા બે લોકો એક જ કંપનીમાં કામ કરતા હતા અને લીક થવાના સ્થળે હાજર હતા. મળી રહેલી માહિતી અનુસાર બીજી કોઇ જગ્યાએ ગેસ ફેલાયો નથી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.