Not Set/ નર્મદા ડેમની સપાટી 121.73 મીટર પર પહોંચી

ભરૂચ, ગુજરાત રાજ્યની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટી 121.73 મીટરે પહોંચી છે.મધ્યપ્રદેશના ઉપરવાસમાં વરસાદી પાણીની આવક થતાં નર્મદા ડેમની સપાટી વધી હતી. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણી આવક સતત રહેતા ૨૪ કલાકમાં નર્મદા ડેમની જળ સપાટી 23 સેન્ટી મીટર વધી છે. જળ સપાટી 121.73 મીટરે પહોંચી છે. મધ્યપ્રદેશના ઇંદિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન […]

Top Stories Gujarat Others
ara 11 નર્મદા ડેમની સપાટી 121.73 મીટર પર પહોંચી

ભરૂચ,

ગુજરાત રાજ્યની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટી 121.73 મીટરે પહોંચી છે.મધ્યપ્રદેશના ઉપરવાસમાં વરસાદી પાણીની આવક થતાં નર્મદા ડેમની સપાટી વધી હતી.

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણી આવક સતત રહેતા ૨૪ કલાકમાં નર્મદા ડેમની જળ સપાટી 23 સેન્ટી મીટર વધી છે. જળ સપાટી 121.73 મીટરે પહોંચી છે.

મધ્યપ્રદેશના ઇંદિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન ચાલુ કરવામાં આવતા ડેમની સપાટીમાં વધારો થયો છે.

મધ્યપ્રદેશના વીજ મથકો ચાલતા તેમજ નર્મદા ડેમના કેચ મેન્ટ વિસ્તારના વરસાદના કારણે નર્મદા ડેમ પર પાણીની આવક આજે 14943ક્યુસેક છે. રાજ્યના અલગ અલગ શહેરો, ગામો તેમજ ખેડૂતો માટે મુખ્ય કેનાલમાંથી 12835 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. સરદાર સરોવરમાં પાણીનું લાઇવ સ્ટોરેજ 1528.98 મિલિયન ક્યુબીક મીટર છે. આમ ધીરે ધીરે ડેમ પાણીથી ભરાઇ રહયો છે.

સરદાર સરોવર ડેમ માં 1,340 MCM પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો ઉપલબ્ધ છે .બીજી બાજુ સૂત્રો જણાવે છે કે, આગામી દિવસોમાં મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે. જો ભારે વરસાદ પડે અને ઉપરવાસમાંથી પણ પાણીની આવક સતત ચાલુ રહે તો નર્મદા ડેમની સપાટી સતત વધતી રહેશે.

ઉલ્લેખનીય છે હાલમાં 250 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા કેનાલ હેડ પાવર હાઉસના 3 યુનિટને ચલાવવામાં આવી રહ્યા છે. જેમાંથી કુલ 104 મેગાવોટ વીજળી પેદા થઇ રહી છે. જ્યારે રિવર બેડ પાવર હાઉસ હજુ પણ બંધ છે.

 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.