Not Set/ નવરાત્રી વેકેશન મુદ્દે સરકારની હાલત હવે સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ થઈ,જાણો કેમ

અમદાવાદ, સરકારે આ વર્ષે યુનિવર્સિટીઓ અને સ્કૂલો-કોલેજોમાં નવરાત્રી વેકેશન જાહેર તો કરી દીધુ છે પરંતુ સરકારની ધારણા ખોટી પડી અને ખાસ કરીને સ્કૂલોમાં નવરાત્રી વેકેશન જાહેર કરવાનો નિર્ણય હવે સરકારને ભારે પડયો છે. કારણકે હાલ રાજ્યભરમાં સ્કૂલો,વાલીઓ અને શિક્ષકોના ઉગ્ર વિરોધને પગલે હવે સરકાર માટે સાપે છુંછુદર ગળ્યા જેવી સ્થિતિ થઈ છે. કારણકે સરકાર હવે […]

Top Stories Ahmedabad Gujarat Trending
BhupendrasinhChudasama નવરાત્રી વેકેશન મુદ્દે સરકારની હાલત હવે સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ થઈ,જાણો કેમ

અમદાવાદ,

સરકારે આ વર્ષે યુનિવર્સિટીઓ અને સ્કૂલો-કોલેજોમાં નવરાત્રી વેકેશન જાહેર તો કરી દીધુ છે પરંતુ સરકારની ધારણા ખોટી પડી અને ખાસ કરીને સ્કૂલોમાં નવરાત્રી વેકેશન જાહેર કરવાનો નિર્ણય હવે સરકારને ભારે પડયો છે. કારણકે હાલ રાજ્યભરમાં સ્કૂલો,વાલીઓ અને શિક્ષકોના ઉગ્ર વિરોધને પગલે હવે સરકાર માટે સાપે છુંછુદર ગળ્યા જેવી સ્થિતિ થઈ છે.

કારણકે સરકાર હવે વેકેશન પાછું ખેંચે તો ધાર્મિક લાગણી દુભાઈ અને ચૂંટણી પણ આવી રહી હોઈ સરકારની બદનામી થાય તેમ છે જેથી પાછુ ખેંચી શકે તેમ નથી અને યોગ્ય રીતે અમલ કરાવી શકે તેમ નથી.

બીજી તરફ દિવાળી વેકેશન પહેલા નવરાત્રિનું વેકેશન આપવું અને દિવાળી વેકેશન ટુંકાવું તેવો નિર્ણય લેવામાં આવ્યો છે, સાત દિવસની રજાઓ નવરાત્રિના દિવસો આપવી અને ત્યારબાદ દિવાળી વેકેશનમાં એકવીસ દિવસની રજા અપાતી હતી, તેને ટુંકાવી 1પ દિવસની કરવામાં આવશે. સરકારના આ નિર્ણથી વિદ્યાર્થીઓ આ રજાઓ વિશે સંમત નથી અને સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વેકેશન ફરજીયાત નહી પણ મરજીયાત હોવું જોઇએ.

ગુજરાત સરકારે આ વર્ષે એપ્રિલમાં સૌપ્રથમ રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં કોમન એકેડમિક કેલેન્ડર રાખવાનું નક્કી કરીને યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ૭ દિવસનું નવરાત્રી વેકેશન આપવાની તેમજ દિવાળીનું વેકેશન ૨૧ને બદલે ૧5 દિવસ રાખવાની જાહેરાત કરી હતી.યુનિ.-કોલેજોમાં નવરાત્રી વેકેશનની જાહેરાત બાદ અને કોમન એકેડમિક કેલેન્ડર પણ વેકેશન પ્રમાણે યુનિ.ઓને મોકલી દીધાના લગભગ બેથી અઢી મહિના બાદ એટલે કે સ્કૂલોમાં નવુ શૈક્ષણિક સત્ર શરૂ થયાના લગભગ એક મહિના પછી સરકારે સ્કૂલોમાં પણ નવરાત્રી વેકેશન લાગુ કરવાની જાહેરાત કરી દીધી.

સરકાર દ્વારા મીડિયા સમક્ષ સ્કૂલોમાં નવરાત્રી વેકેશનની જાહેરાત કરતા સરકારે વિધિવત વેકેશનનો પરિપત્ર જાહેર કર્યો હતો .જેમાં સાત દિવસનું વેકેશન જાહેર કરાયુ હતું પરંતુ સરકારે પરિપત્રમાં સુધારો કરીને સ્કૂલોમાં ૧૦થી૧૮ સુધીનું વેકેશન આપી દીધુ છે.

સ્કૂલોમાં નવરાત્રી વેકેશનને લઈને શિક્ષકો-આચાર્યો અને વાલીઓનો ઉગ્ર વિરોધ છે. શિક્ષકો અને સ્કૂલો એ ફરિયાદ કરી રહ્યા છે કે જ્યાં પહેલેથી સરકાર દ્વારા ગુણોત્સવ, પ્રવેશોત્સવ અને મિશન વિદ્યા જેવા સરકારી કાર્યક્રમોને લઈને અભ્યાસક્રમ પુરો થતો નથી અને શિક્ષણના દિવસો ખુટી રહ્યા છે ત્યારે સરકારે નવરાત્રી વેકેશન રાખીને વિદ્યાર્થીઓનું ભણવાનું બગાડયુ છે.

જ્યારે વાલીઓની એ ફરિયાદ છે કે સ્કૂલોમાં નવરાત્રી વેકેશનની જરૃર જ નથી. લોકોનું કહેવુ છે કે સરકારે એક બાજુ ૧૨ વાગ્યા પછી લાઉડ સ્પીકર બંધ કરી દેવાનુ જાહેરનામુ કર્યુ છે તો ૧૨ વાગે ગરબા બંધ જ થઈ જતા હોઈ બીજા દિવસે બાળકો સ્કૂલે જઈ શકે તેમ છે, જેથી નવરાત્રી વેકેશનની કોઈ જ જરૂર નથી. હાલ રાજ્યભરમાં નવરાત્રી વેકેશનને લઈને સરકાર સામે વિરોધ થઈ રહ્યો છે. અનેક સ્કૂલો અને શિક્ષકો દ્વારા સરકારને અને શિક્ષણમંત્રીને આ મુદ્દે લેખિત રજૂઆત પણ કરવામા આવી છે.

આ વિેશે શિક્ષકો જણાવે છે કે, રાજય સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયમાં હાલમાં સેમેસ્ટર સિસ્ટમ અમલમાં હોવાથી અભ્યાસ ક્રમ અઘરૂ હોય છે. આથી આવી રજાઓ બાદ ઇન્ટરનલ પરીક્ષા લેવાની હોય છે આ સત્ર માત્ર પાંચ મહિનાનું જ હોય છે જેમાં તૈયારીનો પૂર્ણ સમય વિદ્યાર્થીઓને મળવો જોઇએ.

જે રજાઓને કારણે મળી શકશે નહી નવરાત્રીના સમયમાં શની-રવિની રજાઓ આવતી જ હોય છે આથી જે વિદ્યાથીઓ નવરાત્રીમાં જવા ઇચ્છતા હોય તે આમ પણ રજાઓ દરમિયાન એડજેસ્ટમેન્ટ કરી લેતા હોય છે. ઘણી વખત શાળા કોલેજોની ઇન્ટરનલ પરિક્ષાઓ નવરાત્રીના સમયગાળા દરમિયાન ચાલતી હોય છે આ વેકેશનથી તેમાં પણ વિક્ષેપ ઉભો થવાની સંભાવના છે..તેવુ શિક્ષણકો જણાવ્યા હતા..

બીજી બાજુ એક જ રાજ્યમાં ગુજરાત બોર્ડની અને સીબીએસઈ સ્કૂલમા ભણતા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કોમન વેકેશન ન રહેતા પણ અનેક મુંઝવણો થઈ છે.સીબીએસઈ સ્કૂલો અને વાલીઓની રજૂઆત બાદ સરકારે તાજેતરમાં પરિપત્ર કરીને સ્પષ્ટતા કરી છે કે સીબીએસઈ સ્કૂલોને વેકેશન નહી લાગુ નહી પડે.

સીબીએસઈ સ્કૂલ માટે મરજીયાત છે. આમ સ્કૂલોમાં નવરાત્રી વેકેશનનને લઈને અનેક મૂંઝવણો, વિવાદો અને વિરોધ વચ્ચે હવે સરકાર માટે સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ થઈ છે.સરકાર હવે વેકેશન રદ કરી શકે તેમ નથી અને યોગ્ય રીતે તમામ સ્કૂલોમાં કોમન અમલ પણ કરાવી શકે તેમ નથી.

ત્યારે એક બાજુ  ગુજરાત બોર્ડની કેટલીક સ્કૂલોના સંચાલકોનું કહેવુ છે કે વિરોધને પગલે સરકારે મૌખીક સૂચના આપી છે કે વેકેશન આપવુ હોય તો આપો પરંતુ ન આપો તો જાહેરાત ન કરતા હવે સરકારની આ બેતરફી નિર્ણય થી વાલીઓ અને સ્કુલ સંચાલકો મુઝવણમાં મુકાયા છે. હવે નરાત્રીના આ વેકેશનથી વિદ્યાર્થીઓને ફાયદો થશે કે નુકશાન એ તો સમય જ બતાવશે.