@નિકુંજ પટેલ
Gandhinagar News: ગાંધીનગરના બે રહેવાસીઓ પર યુએસ વિઝા માટે ક્વોલીફાય થવા માટે બનાવટી હુમલાનું આયોજન કરવાના વધતા વલણ પર પ્રકાશ પાડતા જ્યોર્જીયામાં લૂંટ ચલાવવાનો આરોપ મુકવામાં આવ્યો છે. બર્ક કાઉન્ટી શેરિફની ઓફિસ દ્વારા 1 માર્ચના રોજ બહાર પડાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે શરૂઆતમાં વિડેટ સ્ટોરમાં લૂંટ તરીકે જ જાણ કરવામાં આવી હતી. જેમાં બે કર્મચારી પરેશ ચૌધરી અને તેના મિત્ર સુનિલ ચૌધરીનો સમાવેસ થતો હતો. જોકે તે હવે બનાવટી અફેર કરીકે ખુલ્લુ પડી રહ્યું છે.
અગાઉ 24 ફેબ્રુઆરીના રોજ અહેવાલ આવ્યો હતો કે સ્ટોરના સર્વેલન્સ ફૂટેજની ચકાસણી અને વધુ તપાસ બાદ કહેવાતી લૂંટનું આયોજન કરવામાં આવ્યું હતું. બન્નેએ દાવો કર્યો હતો કે એક અજાણ્યો શક્સ સવારે સ્ટોરમાં ઘુસ્યો હતો અને બંદૂક બતાવીને તેમને લૂંટી લીધા હતા. બાદમાં બન્ને ભાગી ગયા હતા. જોકે સ્ટોરના સર્વેલન્સ ફૂટેજની નજીકથી નિરીક્ષણ અને ત્યારપછીની તપાસ પર તપાસ કર્તાઓએ નક્કી કર્યું હતું કે કોઈ લૂંટ થઈ નથી. બર્ક કાઉન્ટી શેરિફની ઓફિસ માટે કર્નલ જીમી વાયલ્ડ્સ દ્રારા બહાર પડાયેલા નિવેદન અનુસાર તપાસકર્તાઓએ પુરાવા શોધી કાઢયા છે. જે દર્શાવે છે કે પરેસ ચૌધરી અને સુનિલ ચૌધરીએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. બન્ને કથિતપણે રાજય છોડીને જતા રહ્યા છે અને તેમના વર્તમાન છેકાણા અજ્ઞાત છે.
તે સિવાય અમારા તપાસકર્તાઓએ આરોપીઓ માટે વોરન્ટ ઈશ્યુ કરવાની સુવિધા માચટે ઈમીગ્રેશન અને કસ્ટમ અધિકારીઓનો સંપર્ક કર્યો છે. તેમની આશંકા પર બન્ને વ્યક્તિઓને ખોટી ઘટના સાથે સંબંધિક અનેક આરોપોનો સામનો કરવો પડે તેવી અપેક્ષા હોવાનું નિવેદનમાં જણાવાયું છે.
લૂંટ પાછલનો હેતુ હજી અસ્પષ્ટ છે પરંતુ તપાસ કર્તાઓ માને છે કે કેટલાક બિન ઈમીગ્રન્ટસ યુ સ્ટેટસ વિઝા મેળવવા માટે તે વધતા જતા વલણનો એક ભાગ જ છે. જે તેમને ગુનાનો ભોગ બનેલા તરીકે વધારાના ચાર વર્ષ સુધી દેશમાં રહેવાની મંજુરી આપે છે.
યુએસ સિટીઝનશીપ એન્ડ ઈમીગ્રેશન સર્વિસીસ અનુસાર અમુક ગુનાઓનો ભોગ બનેલા લોકો માટે યુ વિઝા એસી ડી નક્કી કરવામાં આવે છે. જેમણે શારીરિક અને માનસિક શોષણનો ભોગ બનવું પડ્યું હોય અને જેઓ ઘરેલુ હિંસા, જાતિય પ્રવૃતિ જેવી ગુનાહિત પ્રવૃતિઓના તપાસ અથવા કાર્યવાહીમાં કાયદા અમલીકરણ અથવા સરકારી અધિકારીઓને મદદરૂપ હોય,
પરેશ ચૌધરીને ઘટનાની ખોટી જાણ કરવા માટે તેના કર્મચારીઓ દ્વારા બળજબરીનો આરોપ લગાવતા, સ્ટેજ પર થયેલી લૂંટમાં સંડોવણીનો ઈન્કાર કર્યો હતો. ચૌધરીનું કહેવું છે કે તેના એમ્પ્લોયર ઈમરાન મોમીને મને લૂંટની જાણ કરવા કહ્યું હતું. મારી પાસે લૂંટના વિડીયો પુરાવા છે. જેમાં 2,250 ડોલરની ચોરી કરવામાં આવી હતી. જોકે મારા માલિકે મને પોલીસને 6,000 ડોલર ચોરાયા હોવાનું કહેવા જણાવ્યું હતું. જેથી તે વીમાની રકમનો દાવો કરી શકે. મે ના પાડી તો મને ચાલ્યા જવા કહ્યું હતું.
પરેશે દાવો કર્યો હતો કે યુએસ કોર્ટે તેને અને સુનિલને તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધા છે. પરંતુ તેણે કોઈ વિગતો જાહેર નથી કરી કે ઓર્ડરની નકલ પણ રજૂ કરી નથી. મને અને સુનિલને બદનામ કરવા બદલ પોલીસ સામે કેસ દાખલ કરશે, એમ પણ કહ્યું હતું. પરેશે દાવો કર્યો હતો કે તે છેલ્લા સાત વર્ષથી યુએસમાં રહે છે. 2020માં તેને યુ વિઝા મળ્યા હતા. મારે લૂંટ કરવાની જરૂર નથી. કારણકે મારી પાસે યુએસમાં રહેવા માટે તમામ દસ્તાવેજો છે.
આ પણ વાંચો:કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કયા નેતાને ક્યાંથી મળી ટિકિટ
આ પણ વાંચો:હાઠગ સુકેશે ફરી જેકલીનને લખ્યો પત્ર, કહ્યું- ‘તને મળવા માટે બેતાબ છું’
આ પણ વાંચો:IT એપેલેટ ટ્રિબ્યુનલનો કોંગ્રેસને ઝટકો, બેંક ખાતાઓ સામેની કાર્યવાહી રોકવાની અરજી ફગાવી
આ પણ વાંચો:શિવરાત્રીના દિવસે રૂખસાના બની રાખી, ભોલે બાબાની સાક્ષી હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા