Not Set/ #વરસાદ : ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી

જ્યારે આતુરતાથી લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી છે ત્યારે વરસાદની આગાહી સુખદ સમાચાર જેવી લાગી રહી છે. જી હા ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ વરસી શકે છે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામા આવી છે. આમ તો ગુજરાત ભરમાં ભારે ઇન્તજાર પછી વરસાદી માહોલ જામ્યો છે અને છેલ્લા બેથી ત્રણ દિવસથી તમામ […]

Top Stories Gujarat
rain #વરસાદ : ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી

જ્યારે આતુરતાથી લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી છે ત્યારે વરસાદની આગાહી સુખદ સમાચાર જેવી લાગી રહી છે. જી હા ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ વરસી શકે છે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામા આવી છે. આમ તો ગુજરાત ભરમાં ભારે ઇન્તજાર પછી વરસાદી માહોલ જામ્યો છે અને છેલ્લા બેથી ત્રણ દિવસથી તમામ વિસ્તારોમાં વરસાદ નોંધવામા પણ આવી રહ્યો છે. ત્યારે હવામાન ખાતા દ્વારા આગામી પાંચ દિવસ વરસાદ વરસવાની આગાહીથી સર્વત્ર આનંદ અનુભવાઇ રહ્યો છે.

rain.jpg1 #વરસાદ : ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી

રાજ્યનાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડે તેવી શકયતા જોવામા આવી રહી છે. તો અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનો નોંધારો વર્તાઇ રહ્યો છે. આમ તો લાંબા સમયનાં ઇન્તજાર પછી ગઇકાલે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડયો હતો. પરંતુ છુટા છવાયા વરસાદને બાદ કરતા સીઝનનો વરસાદ ખુબ ઓછે પડ્યો હોય, વાતાવરણમાં ઉનાળા જેવી ગરમી વર્તાઇ રહી છે. વરસાદની આગાહી સાથે લોકોને ગરમી માંથી છુટકારો મળશે તેવી આશાઓ બંઘાઇ ગઇ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.