Not Set/ મોદી બાયોપિક: ચૂંટણીપંચે સુપ્રીમમાં સોંપ્યો રિપોર્ટ, વધુ સુનાવણી 26 એપ્રિલે

ચૂંટણીપંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિકને લઇને રિપોર્ટ સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટમાં જમા કરાવ્યો છે. આ મામલે વધુ સુનાવણી સુપ્રીમમાં 26 એપ્રિલના રોજ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ ફિલ્મ નિર્માતાને પણ આપવાનો નિર્દેશ કર્યો છે. અગાઉ 20 એપ્રિલે અરજીકર્તા દ્વારા દાખલ કરાયેલી ફિલ્મ પર રોક અંગેની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ અંગે ચૂંટણીપંચ પાસેથી […]

Top Stories
yrh 7 મોદી બાયોપિક: ચૂંટણીપંચે સુપ્રીમમાં સોંપ્યો રિપોર્ટ, વધુ સુનાવણી 26 એપ્રિલે

ચૂંટણીપંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિકને લઇને રિપોર્ટ સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટમાં જમા કરાવ્યો છે. આ મામલે વધુ સુનાવણી સુપ્રીમમાં 26 એપ્રિલના રોજ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ ફિલ્મ નિર્માતાને પણ આપવાનો નિર્દેશ કર્યો છે.

અગાઉ 20 એપ્રિલે અરજીકર્તા દ્વારા દાખલ કરાયેલી ફિલ્મ પર રોક અંગેની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ અંગે ચૂંટણીપંચ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો હતો. ચૂંટણીપંચે ક્યાં પરિબળોને ધ્યાનમાં રાખીને ફિલ્મ પર રોક લગાવી છે તે અંગે જણાવવા માટેનો નિર્દેશ અપાયો હતો. તેનાથી નિર્માતાઓને થનારા નુકસાનની ભરપાઇ કેવી રીતે કરવામાં આવશે તે અંગે પણ પૂછવામાં આવ્યું હતું.

અરજી પર સુનાવણી દરમિયાન ચૂંટણીપંચના વકીલે દલીલ કરી હતી કે ચૂંટણીપંચે લોકસભા ચૂંટણી સુધી ફિલ્મ પર રોક લગાવી છે. તેના પર ન્યાયલયે ચૂંટણીપંચ પાસે જવાબ માંગ્યો છે. અરજીકર્તાના વકીલે દલીલ કરતા કહ્યું હતું કે નિર્માતાઓના નુકસાનથી વધુ દેશનું લોકતંત્ર મહત્વનું છે. ચૂંટણીના સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગાણા ગાતી ફિલ્મ રિલીઝ પર રોક લગાવી જ યોગ્ય પગલું છે.