Not Set/ હવે તમારા શહેર અમદાવાદમાં દોડતી દેખાશે ઈલેક્ટ્રીક બસ

અમદાવાદ રહેવાસીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે તમારા સફરને વધુ આરામ દાયક અને સુરક્ષિત બનાવવા અમદાવાદનાં રસ્તાઓ પર ઈલેક્ટ્રીક બસને દોડતી કરવામાં આવશે. કુલ 50 ઈલેક્ટ્રીક બસોને ગ્રોસ કોસ્ટ મોડલ પર લેવામાં આવશે. આ તમામ બસો 50 મુસાફરોની ક્ષમતાવાળી એસી બસો છે. વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાતુ અટકાશે આ બસોને કારણે વાયુ […]

Top Stories Ahmedabad Gujarat
863476 electric bus હવે તમારા શહેર અમદાવાદમાં દોડતી દેખાશે ઈલેક્ટ્રીક બસ

અમદાવાદ રહેવાસીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે તમારા સફરને વધુ આરામ દાયક અને સુરક્ષિત બનાવવા અમદાવાદનાં રસ્તાઓ પર ઈલેક્ટ્રીક બસને દોડતી કરવામાં આવશે. કુલ 50 ઈલેક્ટ્રીક બસોને ગ્રોસ કોસ્ટ મોડલ પર લેવામાં આવશે. આ તમામ બસો 50 મુસાફરોની ક્ષમતાવાળી એસી બસો છે.

Electric Bus Ahmedabad હવે તમારા શહેર અમદાવાદમાં દોડતી દેખાશે ઈલેક્ટ્રીક બસ

વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાતુ અટકાશે

આ બસોને કારણે વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાતું અટકશે. આ બસોમાં સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ પણ લાગેલી હશે, જેથી બેટરીમાં આગ લાગવાના કારણે થતી દુર્ઘટના અટકાવી શકાશે. તેમજ ઓટોમેટિક ડોર સેન્સરને કારણે બસનાં દરવાજા ખુલ્લા હોવાની સ્થિતિમાં બસ ચાલી શકશે નહી. આ 50 બસો પૈકી 18 બસોમાં બેટરી સ્વેપ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ભારતભરમાં પ્રથમવાર અમલમાં આવી છે. સ્વેપ ટેકનોલોજી ધરાવતી બસમાં એકવાર સ્વેપ કરવાથી 40 કિલો મીટર જેટલી મુસાફરી કરી શકાય છે. અન્ય 32 બસોમાં ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવશે. જેમાં પ્રતિ ચાર્જ દીઠ 200 કિલો મીટરની મુસાફરી કરી શકાશે.

Image result for electric bus in ahmedabad

બસમાં શું છે ખાસ

બસની અંદર અને પાછળનાં ભાગે સીસીટીવી કેમેરા લાગેલા છે. બસની બેઠક વ્યવસ્થા આરામદાયક છે. આ બસ પચાસ મુસાફરોને એકસાથે બેસાડી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આ બસ સંપૂર્ણ વાતાનુકુલીત હશે. તેમાં ઓટોમેટીક ફાયર ડીટેકશન સિસ્ટમ લાગેલી હશે. તેમજ તેના દરવાજા પણ ઓટોમેટીક હશે. જો દરવાજા બંધ થશે તો જ બસ ચાલશે. આ ઉપરાંત તેમાં ઇમરજન્સી બટન પણ આપવામાં આવ્યુ છે.

Image result for electric bus in ahmedabad

 

અમદાવાદનાં રસ્તાઓ પર અગાઉ જયારે બીઆરટીએસ શરૂ કરવામાં આવી ત્યારે તે શરૂઆતમાં લોકોનું આકર્ષણ રહી હતી. ત્યારે હવે નવી ઇલેકટ્રીક બસો લોકોમાં તો આકર્ષણ ઉભુ કરશે જ સાથે પર્યાવરણને પણ ફાયદો કરાવશે. જે રીતે અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર વધી રહયુ છે તે જોતા આગામી સમયમાં તેનો ઉપયોગ વધારાયા તો અમદાવાદ શહેરને ગ્રીન અને કલીન પરિવહન મળશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.