Not Set/ પરેશ ધાનાણીએ કર્યા કુંવરજી પર પ્રહાર, કુંવરજીના કારણે ભાજપને વધારે નુકસાન

ગાંધીનગર, ગુજરાત કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ યોજી કુંવરજી બાવળિયા પર પ્રહાર કર્યા હતા. પરેશ ધાનાણી જણાવ્યું હતું કે કુંવરજીએ કોંગ્રેસને ઓછું પણ ભાજપને વધારે નુકશાન કર્યું છે. તેમણે જણાવ્યું હતુ કે, ભાજપના કેટલાંય મોટા સામાજિક અને રાજકીય આગેવાનો કોંગ્રેસના સંપર્કમાં છે અને આગામી દિવસોમાં કોંગ્રેસનું ઘર ભુલેલા લોકો ફરી કોંગ્રેસમાં વાપસી […]

Top Stories Gujarat Trending
kjlfdshf 3 પરેશ ધાનાણીએ કર્યા કુંવરજી પર પ્રહાર, કુંવરજીના કારણે ભાજપને વધારે નુકસાન

ગાંધીનગર,

ગુજરાત કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ યોજી કુંવરજી બાવળિયા પર પ્રહાર કર્યા હતા. પરેશ ધાનાણી જણાવ્યું હતું કે કુંવરજીએ કોંગ્રેસને ઓછું પણ ભાજપને વધારે નુકશાન કર્યું છે.

તેમણે જણાવ્યું હતુ કે, ભાજપના કેટલાંય મોટા સામાજિક અને રાજકીય આગેવાનો કોંગ્રેસના સંપર્કમાં છે અને આગામી દિવસોમાં કોંગ્રેસનું ઘર ભુલેલા લોકો ફરી કોંગ્રેસમાં વાપસી કરી શકે છે.

થોડા દિવસોથી કારણોસર કૉંગ્રેસનું ઘર ભૂલેલા લોકો ફરી કૉંગ્રેસ પક્ષમાં ઘર વાપસી કરશે. કોર કમિટિમાં ચર્ચા કરીને સતા અને શિસ્તની પસંદગી આપશે અને જે લોકો પક્ષ વિરુદ્ધ કામ કરે છે તેમના વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે. જે લોકો પક્ષ છોડીને ગયા છે તે લોકોને પરત લાવમાં આવશે.ઘર વાપસી અને ભરતી મેળો કૉંગ્રેસ શરૂ કરશે.

કૉંગ્રેસ પક્ષ આઝાદી અને સૌને જોડે લઈને ચાલનારી વિચારધારા વાળી પાર્ટી છે. કૉંગ્રેસ પક્ષની નીતિ સ્પષ્ટ છે. દેશના લોકોને જોડવામાં માને છે. સંવિધાન ઉપર કૉંગ્રેસને ભરોસો છે. અધિકાર માટે કોઈ આંદોલન કરશે તો તેમાં કૉંગ્રેસ સહયોગ કરશે. હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસની કોઈ માહિતી નથી..પણ આ રાજ્યમાં કોઈને પોતાના અધિકાર માટે ઉપવાશ કરે તે દુઃખદ છે.

હાર્દિકના ઉપવાસ પર પ્રતિક્રિયા.

ઉપવાસ આંદોલન બાબતે હાલ કોઈ મુદ્દો મારી સમક્ષ આવ્યો નથી. ઉપવાસ કરે છે તે સરકાર સામેનો રોષ છે. જે 2019ની ચૂંટણીમાં પણ જોવા મળશે. અધિકારો માટે જે આંદોલન કરશે તો કોંગ્રેસ તેનો ટેકો આપશે. હાર્દિક બાબતે પાટીદાર અનામત અંગે સીધી રીતે બોલવાનું પરેશ ધણાનીએ ટાળ્યું હતું.