મતગણતરી/ ભાવનગરમાં જાણો કોણે મારી બાજી? ભાજપ-કોંગ્રેસ કે પછી AAP?

ગુજરાતની 6 મહાનગર પાલિકાની 576 બેઠકો પર આજે મતગણતરી હાથ ધરાઈ રહી છે. જેમાં મોટાભાગની મહાનગર પાલિકામાં ભાજપનો કબ્જો નક્કી મનાઈ રહ્યો છે

Gujarat Others
Electionn 7 ભાવનગરમાં જાણો કોણે મારી બાજી? ભાજપ-કોંગ્રેસ કે પછી AAP?

ગુજરાતની 6 મહાનગર પાલિકાની 576 બેઠકો પર આજે મતગણતરી હાથ ધરાઈ રહી છે. જેમાં મોટાભાગની મહાનગર પાલિકામાં ભાજપનો કબ્જો નક્કી મનાઈ રહ્યો છે, ત્યારે ભાવનગરમાં હાલમાં ભાજપ, કોંગ્રેસને પછાડી રહ્યુ છે. અહી પણ કોંગ્રેસનું નિરાશાજનક પ્રદર્શન દેખાઇ રહ્યું છે.

મતગણતરી: CM રૂપાણીનાં ગઢ રાજકોટમાં કોંગ્રેસ હજી પણ ખાતુ નથી ખોલી શક્યું

Update :

Electionn 9 ભાવનગરમાં જાણો કોણે મારી બાજી? ભાજપ-કોંગ્રેસ કે પછી AAP?

Total -52

ભાજપ -44

કોંગ્રેસ -08

અન્ય  -00

ભાવનગરમાં આખરે મતતગણતરી પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે અહી પણ ભાજપે પોતાનો ડંકો વગાડ્યો  છે. અહી ભાજપે 52 બેઠકોમાંથી 44 પર કબ્ઝો કર્યો છે. જ્યારે કોંગ્રેસનાં હાથમાં 8 બેઠકો આવી છે. 1995 બાદ ભાવનગરમાં ભાજપને પૂર્ણ બહુમત મળ્યુ છે. ભાજપની જીત બાદ જીતુ વાઘાણી ગણતરી સ્થળ પર પહોંચ્યા. જ્યા તેમણે ભાજપની જીતને કાર્યકર્તાઓની જીત ગણાવી છે.

  • ભાવનગરમાં ભાજપનો ભવ્ય વિજય
  • ભાજપનો 44 બેઠક પર વિજય
  • જીતુ વાઘાણી પહોંચ્યા ગણતરી સ્થળ પર
  • ભાજપની જીતને કાર્યકર્તાઓનો વિજયઃ જીતુ વાઘાણી
  • વોર્ડ 7માં ભાજપની પેનલનો વિજય
  • વોર્ડ 11માં ભાજપની પેનલનો વિજય
  • વોર્ડ-11માં ભાજપની પેનલ આગળ
  • વોર્ડ ન.1માં કોંગ્રેસનાં તમામ 4 સભ્યો આગળ

ઉત્તર કૃષ્ણનગર વોર્ડ નંબર 5માં કોંગ્રેસની પેનલનો વિજય કુલ 24 બેઠકોના પરિણામ જાહેર થયા, 19 બેઠકો પર ભાજપ અને 5 કોંગ્રેસને ફાળે

વોર્ડ નંબર 1,4 ,7 અને 11 વોર્ડના પરિણામ જાહેર, 4,7,11 વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા,જયારે વોર્ડ નંબર 1માં પેનલ તૂટી છે. ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા, કુલ 16 બેઠકમાંથી 15 બેઠક પર ભાજપ 1 બેઠક પર કોંગ્રેસ

ભાવનગરમાં કુલ 52 બેઠકોમાંથી ભાજપને 23 બેઠકો મળી છે, તો કોંગ્રેસને ફાળે 05 બેઠકો ગઇ છે. આપને જણાવી દઇએ કે, વોર્ડ નંબર 1, 4, 7 અને 11 વોર્ડનાં પરિણામો જાહેર થઇ ગયા છે. વોર્ડ નંબર 4, 7, 11 માં ભાજપની પેનલ વિજેતા થઇ છેે. જયારે વોર્ડ નંબર 1માં પેનલ તૂટી છે. ભાજપનાં 3 અને કોંગ્રેસનાં 1 ઉમેદવાર વિજેતા થયા છે. અહી કુલ 16 બેઠકમાંથી 15 બેઠક પર ભાજપ 1 બેઠક પર કોંગ્રેસ આગળ છે.

મતગણતરી: સુરતમાં AAP ની એન્ટ્રી, જાણો કયા વોર્ડમાં મેળવ્યો વિજય?

ઉલ્લેખનીય છે કે, રાજ્યની 6 મનપાની બેઠકો અને મતદાનની ટકાવારી પર નજર કરીએ તો અમદાવાદ મનપાનાં 48 વોર્ડની 192 બેઠકો પર સરેરાશ 42.30 ટકા મતદાન થયું છે, તો વડોદરા મનપાનાં 19 વોર્ડની 76 બેઠકો પર સરેરાશ 43.53 ટકા મતદાન થયું છે. આ તરફ રાજકોટ મનપાનાં 18 વોર્ડની 72 બેઠકો પર સરેરાશ 47.27 ટકા મતદાન થયું છે, તો સુરત મનપાનાં 30 વોર્ડની 120 બેઠકો પર સરેરાશ 43.82 ટકા મતદાન થયું છે. વળી ભાવનગર મનપાનાં 13 વોર્ડની 52 બેઠકો પર 43.67 ટકા મતદાન થયું છે, જ્યારે જામનગર મનપાની 16 વોર્ડની 64 બેઠકો પર 51.37 ટકા મતદાન થયું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ