બિપરજોય/ માંડવીમાં મંડાશે બિપરજોય વાવાઝોડુંઃ પાકના કરાચીમાં પણ ત્રાટકશે

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડું ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ગુજરાતના જખૌના દરિયાકાંઠાથી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમથી 200 કિલોમીટર દૂર છે.

Top Stories Gujarat
Mandvi Biperjoy માંડવીમાં મંડાશે બિપરજોય વાવાઝોડુંઃ પાકના કરાચીમાં પણ ત્રાટકશે

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડું Biperjoy ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ગુજરાતના જખૌના દરિયાકાંઠાથી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમથી 200 કિલોમીટર દૂર છે. જ્યારે ભારતીય હવામાન વિભાગ પ્રમાણે, 15મીએ સાંજે માંડવી અને પાકિસ્તાનના કરાંચી પાસે આ વાવાઝોડું ટકરાશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. વાવાઝોડું બિપોરજોયને લઈને સમગ્ર રાજ્યનું વહિવટી સંત્ર સહિત પોલીસ તંત્ર એલર્ટ પર છે. આ સાથે આજે રાજ્યના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ ત્રણ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

માંડવીના બંદર પર ભારે પવનની સાથે વરસાદ Biperjoy વરસી રહ્યો છે. હાલ ઝીરો વિઝીબિલીટીનું નિર્માણ થયુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે જ્યારે આ વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ ત્રણ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાક સુધીમાં  15મીના સવારે છ કલાક સુધીમાં Biperjoy ગુજરાતના 115 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જુનાગઢમાં વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ અડધા ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે, જૂનાગઢના વિસાવદરમાં 1.84 ઇંચ વરસાદ પડ્યો છે. આ સાથે કેશોદ, ધ્રોલ, લીલીયા, અંજાર, ખાંભામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સાથે દ્વારકામાં કલ્યાણપુર, જામકંડોરણા, માંગરોલ, વંથલી, કાલાવાડ, ભેસાણ, રાપર, ગીર ગઢડામાં પણ સારો વરસાદ નોંધાયો હતો.

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડું ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. 15મીના 5.30 કલાકે વાવાઝોડું ગુજરાતના જખૌના દરિયાકાંઠાથી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમથી 180 કિલોમીટર Biperjoy દૂર છે. જ્યારે ભારતીય હવામાન વિભાગ પ્રમાણે, 15મીએ સાંજે માંડવી અને પાકિસ્તાનના કરાંચી પાસે આ વાવાઝોડું ટકરાશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.

અરબ સાગરમાંથી ઉઠી રહેલા ચક્રવાતી તોફાન બિપોરજોય ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. ગુરુવાર એટલે કે આજે સાંજે તે કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ અને તેની અડીને આવેલા Biperjoyપાકિસ્તાની વિસ્તાર સાથે ટકરાશે. આ દરમ્યાન 125થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાવાની આશંકા છે. મૌસમ વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેને જોતા ગુજરાત સરકારે આ વિસ્તારના ક્ષેત્રોમાં સમુદ્ર તટથી લગભગ 10 કિમીના દાયરામાં 55 હજારથી વધારે લોકોને હંગામી શિબિરોમાં Biperjoy મોકલી દીધા છે. નિકાસી અભિયાન હજુ પણ ચાલું છે. એનડીઆરએફના ઉપ મહાનિરીક્ષક મોહસિન શહીદીના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસની અંદર ગુજરાતના તટીય વિસ્તારમાંથી 74 હજારથી વધારે લોકોને સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. અનુમાન છે કે, તોફાનને લઈને 8 જિલ્લાના 442 નીચાણવાળા ગામડા પુર અને વરસાદથી પ્રભાવિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ 1300 કિ.મી.નું અંતર કાપી આવેલું બિપોરજોય વાવાઝોડું ગુજરાતથી 200 કિ.મી. દૂર

આ પણ વાંચોઃ ચક્રવાત/ બિપરજોય વાવાઝોડું અંતરિક્ષથી આવું જોવાય છે,જુઓ વીડિયો

આ પણ વાંચોઃ Manipur/ મણિપુરમાં ફરી ભીડ બેકાબૂ થતા કેબિનેટ મંત્રીનું આવાસ સળગાવ્યું

આ પણ વાંચોઃ નિર્ણય/ હવે CBIએ તમિલનાડુમાં તપાસ માટે લેવી પડશે મંજૂરી, સ્ટાલિન સરકારનો નિર્ણય

આ પણ વાંચોઃ આગ/ કોલકાતા એરપોર્ટ પર આગ લાગતા અફરાતફરીનો માહોલ,ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે