આગ/ કોલકાતા એરપોર્ટ પર આગ લાગતા અફરાતફરીનો માહોલ,ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે

ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. ડિઝાસ્ટર ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Top Stories India
9 1 9 કોલકાતા એરપોર્ટ પર આગ લાગતા અફરાતફરીનો માહોલ,ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે

કોલકાતા એરપોર્ટ પર બુધવારે રાત્રે આગ લાગી હતી. એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર ગેટ 3 પાસે અચાનક આગ ફાટી નીકળી હતી. આખો વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો છે. માહિતી મળતાં જ ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. ડિઝાસ્ટર ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

કોલકાતા એરપોર્ટ ઓથોરિટીએ હજુ સુધી આગ લાગવાનું કોઈ કારણ જાહેર કર્યું નથી. લગભગ 9:15 વાગ્યાની આસપાસ, કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ ગેટ 3 નજીકના સુરક્ષા ચેક કાઉન્ટરની બાજુમાંથી ધુમાડો નીકળતો જોયો હોવાની જાણ કરી હતી. આ ઘટનાથી એરપોર્ટ પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, જોકે, બે ફાયર એન્જિનોએ અડધા કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.