Porbandar News: પોરબંદર તાલુકાના એક ગામમાંથી પિતા-પુત્રીના સંબંધને કલંકિત કરતો ગંભીર કિસ્સો સામે આવ્યો(Porbandar Minor Girl Case) છે. પોલીસ ફરિયાદ મુજબ 17 વર્ષની સગીર દીકરીએ પોતાના પિતા સામે છેલ્લા છ વર્ષથી વારંવાર દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો છે. સગીરાની ફરિયાદના આધારે હાર્બર મરીન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
છ વર્ષથી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાનો આરોપ
પોલીસ ફરિયાદ મુજબ આરોપી પિતા સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. સગીરાએ આ વર્તનનો વિરોધ કર્યો હોવા છતાં આરોપી દ્વારા તેને પરેશાન કરવામાં આવતી હોવાનો ફરિયાદમાં (Minor Girl Complaint) ઉલ્લેખ છે. સગીરાએ પોલીસ સમક્ષ આપેલી ફરિયાદમાં લાંબા સમયથી આ ત્રાસ સહન કર્યાનું જણાવ્યું છે.
Porbandar Minor Girl Case: વાત જાહેર ન થાય તે માટે ધમકી આપ્યાનો આક્ષેપ
સગીરાએ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે પિતા તેને સમગ્ર ઘટના (Father Daughter Crime Case) કોઈને ન જણાવવા માટે સોગંદ લેવડાવતા હતા અને ધમકી આપતા હતા. ઘટના જાહેર થશે તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી મળતી હોવાના કારણે તે લાંબા સમય સુધી ચૂપ રહી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
હાર્બર મરીન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
સગીરાએ હિંમત કરીને પોલીસનો સંપર્ક કર્યા બાદ હાર્બર મરીન પોલીસે (Harbor Marine Police) ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધ્યો છે. પોલીસે સગીરાનું નિવેદન નોંધવાની સાથે કેસ સંબંધિત પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ (Minor Protection Case) કરી છે. કેસની વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
આરોપી સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયા હોવાનો દાવો
પોલીસ તપાસમાં આરોપી સામે અગાઉ ખંડણી, હત્યા, પ્રોહિબિશન અને ગુજસીટોક સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું હોવાનું જણાવાયું છે. આ (Porbandar Minor Girl Case)અગાઉના ગુનાઓ સંબંધિત વિગતોની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આરોપીને ઝડપી પાડવા પોલીસની કાર્યવાહી
હાલ પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે અને કેસમાં કાયદેસરની આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ઉપલેટાના હરીયાસણ ગામે સગીરાને મોબાઈલની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ
આ પણ વાંચો: સુરતમાં ધોરણ-12ની સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, હોટેલમાં લઈ ગયેલા 24 વર્ષીય યુવકની ધરપકડ
