Not Set/ ઘોર કળિયુગ! માત્ર એક વર્ષના ભત્રીજાને કાકીએ ડુબાડ્યો ટાંકીમાં

અમદાવાદ. ઘરના આંતરિક ક્લેશ તો બનતા જ રહેતા હોય છે, કહેવાય છે ને કે, “ઘર હોય ત્યાં વાસણ તો ખખડે” પરંતુ આંતરિક શત્રુતા ક્યારે કેવી પરિસ્થિતિઓનું સર્જન કરી નાખે છે તેઓ અંદાજો લગાવવું ખુબ મુશ્કેલ છે. અમદાવાદમાં આ વખતે આવી પરિસ્થિતિનો ભોગ માત્ર એક વર્ષનું નાનું બાળક બન્યું છે. અમદાવાદ નજીકલક્ષ્મીપુરા ગામ સ્થિત નટવરનગરમાં સગી કાકીએ તેના […]

Top Stories Ahmedabad

અમદાવાદ.

ઘરના આંતરિક ક્લેશ તો બનતા જ રહેતા હોય છે, કહેવાય છે ને કે, “ઘર હોય ત્યાં વાસણ તો ખખડે” પરંતુ આંતરિક શત્રુતા ક્યારે કેવી પરિસ્થિતિઓનું સર્જન કરી નાખે છે તેઓ અંદાજો લગાવવું ખુબ મુશ્કેલ છે.

અમદાવાદમાં આ વખતે આવી પરિસ્થિતિનો ભોગ માત્ર એક વર્ષનું નાનું બાળક બન્યું છે. અમદાવાદ નજીકલક્ષ્મીપુરા ગામ સ્થિત નટવરનગરમાં સગી કાકીએ તેના એક વર્ષના ભત્રીજાને અગાસી પરની ટાંકીમાં ફેંકી દેવાનો મામલો સામે આવ્યો છે.

કાકીએ તેના કુટુંબમાં લાડકવાયા ભત્રીજાની હત્યા કરી નાખી છે. તેને સામેથી આ વાતની કબૂલાત હતી કે, આ કૃત્ય તેના દ્વારા જ કરવામાં આવ્યુ છે. પોલીસે આ ઘટનાની તપાસ શરુ કરી દીઘી છે અને મહિલાની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

જો કે આ ઘટના 20 ઓગસ્ટના રોજ ઘટી હતી. જયારે દક્ષ(જેની હત્યા થઇ છે) સવારે ઘરમાંથી ગુમ થતા પરિવાર દ્વારા આડોસ-પડોસમાં તેની શોધખોળ શરુ કરી હતી. પરંતુ ઘરની અગાસી પરની ટાંકી તપાસ કરતા દક્ષનું મૃત શરીર મળી આવ્યું હતું. દક્ષને એલ. જી હોસ્પિટલ લઇ જતા ડોક્ટરે દક્ષને મૃત જાહેર કર્યો હતો.

મળતી માહિતી મુજબ લાંભા નજીકના લક્ષ્મીપુરા ગામના નટવરનગરમાં રેખાબહેન ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ઉં.વ.૩૪) તેમના પતિ, મોટી દીકરી સંજના, નાની ‌દીકરી કાવ્યા તેમજ એક વર્ષના દીકરા દિવ્યરાજ સાથે રહે છે. તેમની સાથે તેમના દિયર મનોજભાઇ, તેમની પત્ની ભાવના અને સાસુ-સસરા પણ રહે છે.