Gujarat News/ વડોદરામાં 4 વર્ષના બાળકનું મોત, ચાંદીપુરા વાયરસની અસર થયાની આશંકા

જે વેકટર –અસરગ્રસ્ત સેન્ડ ફ્લાયના (રેત માંખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે. હાઇગ્રેડ તાવ, ઉલ્ટી…..

Top Stories Gujarat Breaking News

Vadodara News: વડોદરામાં વરસાદના વિઘ્ન વચ્ચે ચાંદીપુરાનો કહેર યથાવત છે. શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસની સારવાર લેતા 4 વર્ષનાં બાળકનું મોત થતાં પરિવાર ચોધાર આંસુએ રડ્યો છે. વહાલસોયા બાળકનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે.

વડોદરા રાજપીપળાના 4 વર્ષીય બાળકને ચાંદીપુરા વાયરસની અસર પહોંચતા ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતું. બાળકને ચાંદીપુરા વાયરસની અસર થઈ છે કે નહીં તે રિપોર્ટ આવ્યા બાદ માલૂમ પડશે. સારવાર દરમિયાન હોસ્પિટલમાં બાળકે અંતિમ શ્વાસ લીધા છે. SSGમાં પણ શંકાસ્પદ ચાંદીપુરાના 2 બાળ દર્દીઓ દાખલ છે. SSGમાં 14 બાળકો શંકાસ્પદ ચાંદીપુરાની સારવાર લઈ રહ્યા છે. 14 પૈકી 7 બાળકો ICUમાં અને 7 બાળકો વોર્ડમાં દાખલ કરાયા છે.

શું છે આ રોગના મુખ્ય લક્ષણો અને કેવી રીતે થાય છે

જે વેકટર –અસરગ્રસ્ત સેન્ડ ફ્લાયના (રેત માંખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે. હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો અને ખેંચ આવવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ.

શું આ રોગ ચેપી છે?

વધુ વિગતો આપતા ઋષિકેશ પટેલે કહ્યું કે, ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. જેના પરિણામે અત્યારસુધીમાં કુલ 4487 ઘરોમાં કુલ 18646 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું છે. સેન્ડ ફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે. રાજ્ય આરોગ્ય વિભાગે અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે. રાજ્યના નાગરિકોને આ રોગથી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી જોઈએ અને પ્રાથમિક લક્ષણો જણાઇ આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવા પણ અનુરોધ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસોમાં ઉછાળો, એક જ દિવસમાં 14 કેસ વધ્યા

આ પણ વાંચો: ગુજરાતના ત્રણ નેતાઓ રાજ્યપાલ બનવાની હોડમાં

આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસને લઈ કેન્દ્રના નિષ્ણાતોની ટીમના ગુજરાતમાં ધામા