Not Set/ 3 રાઉન્ડમાં મેનહોલ અને કેચપીટની સફાઈ કરવામાં આવી હતી, છતાં પરિસ્થિતી જેસી કી તેસી જોવા મળી

અમદાવાદ, અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પાડવાનો શરુ થયો ત્યારે 10 વાગ્યા સુધી વારસેલ વરસાદે  AMCની પોલ છતી કરી છે, પૂર આવે તે પહેલા પાળ બાંધવાની કવાયત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. શહેરમાં વરસાદ પહેલા AMCએ પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન તૈયાર કર્યો હતો અને તેની પાછળ કરોડો રૂપિયા પણ ખર્ચ્યા હતા. શહેરમાં તબક્કાવાર ત્રણ રાઉન્ડમાં મેનહોલ […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પાડવાનો શરુ થયો ત્યારે 10 વાગ્યા સુધી વારસેલ વરસાદે  AMCની પોલ છતી કરી છે, પૂર આવે તે પહેલા પાળ બાંધવાની કવાયત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. શહેરમાં વરસાદ પહેલા AMCએ પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન તૈયાર કર્યો હતો અને તેની પાછળ કરોડો રૂપિયા પણ ખર્ચ્યા હતા.

શહેરમાં તબક્કાવાર ત્રણ રાઉન્ડમાં મેનહોલ અને કેચપીટની સફાઈ કરવામાં આવી. આ સાથે શહેરમાં ૧૩૦ જંકશન પર ૧૪૫૦ સીસીટીવી કેમેરા મુકવામા આવ્યા અને પાલડી સ્થિત મુખ્ય કંટ્રોલરૂનથી શહેરના તમમા વિસ્તાર પર નજર રખાઈ.

ગત વર્ષે જે વિસ્તારમાં પાણી ભરાયા હતા. તે વિસ્તારમાં નવી ૬૦ કિમી સ્ટ્રોમ વોટર લાઇન નાંખવાના આવી છે. તેમજ વરસાદી પાણીના નિકાલ માટે નદીમાં ૪૧ આઉટ લેટ કરાયા અને વરસાદી પાણીને ખારીકટ કેનાલમાં ઠાલવવામા આવે તે માટે પણ વ્યવસ્થા કરાઈ.

આમ AMCએ પ્રિ-મોન્સૂન પ્લાન માટે કરોડો રૂપિયા ખર્ચ્યા પણ આ 4 ઇચ વરસાદે આ કરોડોનું કૌભાંડની પોલ છતી કરી છે, જેનો ભોગ પ્રજાએ બનવું પડે છે અને ક્યારે આ સમસ્યાનો નિકાલ આવશે તે જોવું રહ્યું.

તો શ્યામલ ચાર રસ્તા પર હજી થોડા દિવસ પહેલા 7 દિવસની કામગીરી બાદ ભુવો પુરીને રસ્તો શરૂ કરાયો હતો. જે જગ્યાએ ભુવો પડ્યો હતો ત્યાં જ ફરી ભુવો પડતા તંત્રની બેદરકારી સામે આવી છે. જેને લઈ લોકોને પણ અવર જવર કરવામાં મોટી હાલાકી પડી રહી છે. હાલ ભૂવાને બુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પહેલા પણ અમદાવાદના જીવરાજ, શિવરંજની વિસ્તારમાં પણ મોટા ભૂવા પડી ચૂક્યા છે. હાઈવે પર ભૂવા પડવાથી અહિ આવક જાવક મુશ્કેલ બની છે.