વિશ્વ પર્યાવરણનાં બદલતા રંગ આજકાલ આખી દુનિયા જોઇ રહી છે. એમેઝોનનાં લાખો કિલો મીટરમાં પથરાયેલા જંગલો રાખનાં ઢેર બની ચૂક્યા છે. અમેરીકામાં વાવઝોડા અવારનવાર તબાહી મચાવી રહ્યા છે, તો જાપાન અને આજુબાજુનાં વિસ્તારોમાં ભયંકર પૂર જોવામાં આવી રહ્યું છે.

ભારતતો ક્યારનું પોણું પાણીમાં ગરક થઇ ગયું છે ઉત્તર-પૂર્વ-પશ્ચીમ કે દક્ષિણ દેશનાં તમામ ભાગમાં પાણી વરસતા કહેર પણ વરસ્યો છે. વિશ્વનાં અનેક ભાગોમાં ત્રાહીમામ પોકારાવી દેતી ગરમી પડી રહી છે. લોકોને ગ્લેસીયરને પણ શ્રદ્ધાંજલી આપવાની નોબત આવી ગઇ છે.
વિશ્વને પર્યાવરણ તરફ જાગૃતી કેળવવીતે હાલ ફરજ નહીં જરૂરીયાત છે, અને ભારત તેમા અગ્રેસર જોવામાં આવે છે. અલબત વાતાવરણને પ્રદુષિત કરતા સર્વોચ્ચ દેશોમાં પણ ભારતનું નામ આવે છે, તે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે.

વિશ્વને “છોડમાં રણછોડ છે” સમજણ આપણા પૂર્વજો દ્વારા આપવામાં આવી હતી. પર્યાવરણના પૂજનની સંસ્કૃતી ઘરાવતો આપણો દેશ પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તેવા હેતુથી જ વડાપ્રઘાન દ્વારા સ્વતંત્રતા પર્વ પ્રસંગે દેશ અને દેશવાસીઓને હાકલ કરવામાં આવી હતી.

બસ, આજ બાબતને કેન્દ્રમાં રાખી કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન, પ્રકાશ જાવડેકરે આજે વિવિધ રાજ્યોને CAMAP(કમ્પેન્સટરી એફોરેસ્ટેશન મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી)નાં નેજા હેઠળ અધધધ 47,436 કરોડ રૂપિયાનાં ફંડની ફાળવણી કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજ્યોને આ ફંડ ક્લાઇમેટ ચેન્જ સામે લડવા અને પર્યાવરણની જાળવણી કરવા માટે ફાળવવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
